ભાવનગર : આજના આધુનિક સમયમાં જૂની પરંપરાઓ ભુલાતી જાય છે. ત્યારે લીમડાનું વૃક્ષ ઉગાડવા પ્રેરણાઓ આપીને વૃક્ષારોપણ પણ થતું હોય છે. ચૈત્રમાં નવરાત્રી સાથે ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે. આયુર્વેદમાં તેનું ખતવ અને ભારતની સંસ્કૃતિમાં લીમડાનું મહત્વ ઘણું છે. લીમડાનું નામ પડતા ઘણા લોકોને કડવાશનો એહસાસ થવા લાગે છે. પરંતુ લીમડાનું મહત્વ અને તે પણ ચૈત્ર માસમાં નવરાત્રીની માતાજીની આરાધના સાથે લીમડાને આરોગવાનું પણ ઘણું મહત્વ રહેલું છે. લીમડાને લઈને આયુર્વેદિક અને શાસ્ત્રોમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરાઓ છે જે આજે પણ ઘણા ઘરોમાં પ્રસ્થાપિત થયેલી જોવા મળે છે. ત્યારે જાણીએ લીમડાનું મહત્વ ચૈત્રમાં કેમ?
ચૈત્ર માસનો લીમડો :ચૈત્ર માસમાં માતાજીની આરાધનાનું જે રીતે મહત્વ છે તેવી જ રીતે ચૈત્ર માસનો સંબંધ કડવા લીમડા સાથે જોડાયેલો છે. ચૈત્ર માસ આવતાની સાથે કેટલાક ઘરોમાં કડવા લીમડાને આરોગવાની જૂની પરંપરા આજે પણ જોવા મળી રહી છે. ચૈત્રની નવરાત્રીમાં માતાજીની આરાધના થાય છે તે જ રીતે ચૈત્રમાં લીમડાનો સંબંધ જોડાયેલો છે. જોકે કડવો લીમડો હોવાને કારણે આજની પેઢી તેને કડવાશ તરીકે જોતી હોય છે. પરંતુ મનુષ્યના સ્વાસ્થ્યને લઈને લીમડો ઈશ્વરીયરૂપ તરીકે ભાગ ભજવતો આવ્યો છે. જેનું આજે આયુર્વેદ અને ભારતની સંસ્કૃતિમાં પણ ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે.
જૂની પરંપરા મુજબ લીમડાનું મહત્વ :સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારીમાં લોકોને ઉપચાર શું તે શોધવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે લીમડા વિશે જો જાણવામાં આવે તો ઘણા રોગોને લીમડાથી જ નષ્ટ કરી શકાય છે. આયુર્વેદિક ડોક્ટર તેજસ દોશીએ જણાવ્યું હતું કે, લીમડો સૌથી મોટું ઔષધીય વૃક્ષ છે. તેના પાંદડા, તેના મૂળ, તેની લીંબોળી કે તેની છાલ મનુષ્યને દરેક પ્રકારના રોગોમાંથી મુક્તિ આપે છે. લીમડાનો ધુમાડો કરવાથી મચ્છર જેવા જીવો નષ્ટ પામે છે. જ્યારે જૂની પરંપરા મુજબ ચોખામાં લીમડાને ડાળીઓ અન્ય જીવાતોથી બચાવ માટે મૂકવામાં આવતી હોય છે.