ગુજરાત

gujarat

ETV Bharat / state

Car Fire : આટલું કરશો તો ક્યારેય નહીં સળગે કાર, નિષ્ણાતથી લઈને RTOનું વલણ જાણો

સમગ્ર ભારતમાં કાર સળગી જવાના બનાવો જોવા મળતા હોય છે, પરંતુ કાર સળગાવવા પાછળના કારણોમાં ગેસકીટ વાળી કારનો સમાવેશ વધુ થાય છે. ત્યારે ETV BHARAT એ ગેસકીટ ફીટીંગ કરતા EXPERT સાથે ખાસ વાતચીત કરી હતી. કારમાં અકસ્માત બાદ આગ લાગવાની ઘટના વિશે કારણો જાણ્યા હતા. તમારી પાસે કાર હોય તો જૂઓ વિગતવાર.

Car Fire : આટલું કરશો તો ક્યારેય નહીં સળગે કાર, નિષ્ણાતથી લઈને RTOનું વલણ જાણો
Car Fire : આટલું કરશો તો ક્યારેય નહીં સળગે કાર, નિષ્ણાતથી લઈને RTOનું વલણ જાણો

By

Published : May 20, 2023, 8:35 PM IST

CNG કારમાં આગ લાગવાનું કારણ જાણો EXPERT પાસેથી

ભાવનગર : શહેરમાં એક સપ્તાહ જેવા અંતરમાં બે કાર અકસ્માત બાદ સળગી ઉઠી હતી. કાર સળગવાની સાથે બે માનવ જિંદગી પણ હોમાઈ ગઈ છે, ત્યારે ગેસ કિટવાળી કારોમાં બનતા બનાવને લઈને ETV BHARAT એ બનાવો પાછળનું કારણ એક્સપર્ટ પાસેથી જાણવાની કોશિશ કરી છે. જો તમે ગેસ કીટ વાળી કાર ચલાવતા હોવ તો આટલું જરૂર જાણીને સાવચેતીના ભાગરૂપે સતર્ક બનજો.

ભાવનગરમાં બે બન્યા બનાવ કાર સળગવાના : ભાવનગર શહેરમાં એક સપ્તાહમાં બે અલગ અલગ જગ્યાઓ પર કાર અકસ્માત થાય બાદ સળગી ઉઠી હતી. જેમાં પહેલો બનાવ 12 મેં ના રોજ ભાવનગર રીંગરોડ પર રાત્રી દરમિયાન કાર ચાલક વિનોદ મકવાણા ભાવનગર વાળા કાબુ ગુમાવતા વીજપોલ સાથે કાર અથડાતા કાર સળગી ઉઠી હતી. વિનોદભાઈ બહાર નીકળવામાં અસમર્થ રહેતા કારમાં સળગી જતા મૃત્યુ પામ્યા હતા. ત્યારે બીજો બનાવ 18 તારીખના રોજ શહેરના છેવાડે 18 મેં ના રોજ રાત્રે નારી ગામથી આગળ દસનાળા પાસે ટ્રકે ટલ્લો માર્યા બાદ કાર રસ્તા પરથી ઉતરીને અથડાઈ જતા સળગી ઉઠી હતી. જેમાં ચાલક હનીફ કુરેશી રાજુલાવાળાનું સળગી જતા કારમાં મૃત્યુ થયું હતું. આમ બે અલગ તારીખના અલગ સ્થળના બનાવો રાત્રે બન્યા અને બંને કાર ગેસ કીટવાળી હોવાથી સળગવાના બનાવ બન્યા અને જાનહાની થઈ હતી.

અત્યારના માણસો હાલમાં ખૂબ જ બેકાળજીરૂપ બની ગયા છે. જેને પગલે સમયાંતરે કારમાં રીપેરીંગ કરાવવું અથવા તો તેનું ચેકિંગ કરતા રહેવું જોઈએ જે કરવામાં આવતું નથી. પૈસાની બચતમાં લોકો ગેસ કીટની ટેન્ક પર સેકન્ડમાં ગોતી રહ્યા છે. જો કે નિયમ પ્રમાણે તેનું 3 વર્ષે હાઇડ્રો ટેસ્ટીંગ કરાવ્યા બાદ ઉપયોગ કરવો જોઈએ અને દર ત્રણ વર્ષે તેનો ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. જે અત્યારના સમયમાં થતું નથી. આ પ્રકારની કારોને કોઈ ચેક પણ કરતું નથી. જેના કારણે આ પ્રકારના બનાવો બનતા હોય છે. લીકેજ હોવાને કારણે અને સ્પાર્કિંગ થવાથી આગ લાગવાની ઘટના ઘટે છે. - જીતુ બારડ (ગેસકીટ એક્સપર્ટ)

RTO કચેરીમાં કાર પાસિંગ થયા બાદ રામ ભરોસે :ભાવનગરમાં બનેલી ઘટનાઓ બાદ RTO અધિકારીની સાથે મુલાકાત કરીને ગેસકીટ વાળી કાર વિશે માહિતી મેળવી હતી. જેમાં ઇન્ચાર્જ RTO અધિકારી ડી. કે. ચાવડાએ જણાવ્યું હતું કે, 2021માં 1426 કાર CNG કીટવાળી પાસિંગ થઈ ત્યારબાદ 2022માં 2296 અને હાલ 2023માં 891 કારનું પાસિંગ કરવામાં આવ્યું છે. બનતા બનવું પગલે જરૂરી ગેસ કીટવાળી કારમાં હાઇડ્રો ટેસ્ટ ખૂબ મહત્વનો બની જાય છે.

કેવી રીતે ઘટનાઓથી બચી શકાય : ત્રણ વર્ષે એક વખત ગેસ કીટના સિલિન્ડરનું હાઇડ્રો ટેસ્ટ થાય તો આ પ્રકારની ઘટનાઓથી બચી શકાય છે. છતાં પણ જ્યારે રી પાસીંગમાં કોઈ કાર આવે તો અમે હાઇડ્રો ટેસ્ટનો આગ્રહ રાખીએ છીએ. અમારા અધિકારીઓ દ્વારા પણ ચેકિંગ દરમિયાન આ પ્રકારના મામલાઓને લઈને તપાસ થતી હોય છે અને દંડ પણ જિકવામાં આવતો હોય છે, પરંતુ RTO કચેરીના અધિકારીઓ કેટલો દંડ આપ્યો અને કેટલી ગાડીઓને દંડિત કરાઈ તેની માહિતી માંગતા આપવામાં અસમર્થ રહ્યા હતા. જો કે ચાર પાંચ દિવસ બાદ આંકડો મેળવવા માટે જણાવ્યું હતું. મતલબ સાફ છે કે ચેકીંગના નામે ક્યાંક પોલમપોલ જરૂર છે.

Navsari News : નશામાં દ્રુત થઈને કાર ચાલકે બાઈક સવારને લીધા અડફેટે, એકનું મૃત્યુ

Surat Innovation : સુરત ટ્રાફિક પોલીસની આંખો ચાર થઇ, રોડ પર દોડી બનાના કાર, જાણો કોણે કરી કમાલ

Indian Cars: જો તમે 1,500 કે 2,000 સીસીની સ્વદેશી કાર ખરીદવા માંગો છો, તો આ વિકલ્પો પર એક નજર

ABOUT THE AUTHOR

...view details