ભાવનગર: વલભીપુરના મેવાસા ગામે લીલી જુવાર ભરેલો ઘાસચારાનો ટેમ્પો પાસે રોડ ઉપરથી ઉતરીને પલટી ગયો હતો. ટેમ્પો પલટી જવાને કારણે સવાર 14 મજૂરો દબાઈ ગયા હતા. બનાવ બાદ મૃતકોને અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ટેમ્પો પલટી જતાં અકસ્માત: ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક આઇસર ટેમ્પો રોડ ઉપરથી નીચે ઉતરી ગયો હતો. ટેમ્પો રોડથી નીચે પલટી જવાને કારણે સવાર 14 લોકો દબાઈ ગયા હતા. ટેમ્પો પલટી જતાં 6 શ્રમિકોના મોત થયા હતા. બનાવ બાદ તાત્કાલિક 108 મારફતે ઇજાગ્રસ્તોને વલભીપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
14 લોકો ટેમ્પાની નીચે દબાયા:ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના મેવાસા ગામ નજીક આઇસર ટેમ્પો રસ્તા ઉપર થી નીચે ઉતરીને પલટી ગયો હતો. આ ટેમ્પો ઝીંઝાવદર ગામ થી લીલી કડક ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો. ત્યારે ટેમ્પામાં 14 જેટલા મજૂર લોકો સવાર હોય ત્યારે ટેમ્પો મેવાસા ગામ નજીક પહોંચતા રોડ ઉપરથી અચાનક નીચે ખાબકયો હતો. જેને પગલે 14 જેટલા લોકો ટેમ્પાની નીચે દબાઈ ગયા હતા. બનાવ બાદ 108 ની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Ramnavmi 2023: વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં કાંકરીચાળો, ફતેહપુરા પોલીસ છાવણીમાં
ટાયર ફાટતાં અકસ્માત:વલભીપુરના પી.એસ.આઇ.પી.ડી ઝાલાએ જણાવ્યું હતું કે ટેમ્પાનું આગળનું વ્હીલ ફાટવાના કારણે ડ્રાઇવર ટેમ્પાને કાબુ કરી શક્યો ન હતો. જેને પગલે ટેમ્પો રોડની નીચે ઉતરીને પલટી ખાઈ ગયો હતો. ટેમ્પોમાં 14 જેટલા મજૂરો ઘાસ ભરવા અને ઉતારવા માટે સવાર હતા. જો કે દરેક ઈજાગ્રસ્તોને વલભીપુરની સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો:Surat Crime News: પિતાએ આપેલા ખેતીના રૂપિયા વપરાઈ જતાં યુવકે તાપી નદીમાં પડતુ મુક્યુ
6 શ્રમિકોના મોત:પીએસઆઇ પી ડી ઝાલાએ જણાવ્યું હતું કે ટેમ્પો ઝીંઝાવદર ગામથી ભાવનગર લીંબડીયોમાં જઈ રહ્યો હતો. ટેમ્પોમાં 14 જેટલા મજૂરો સવાર હતા. ત્યારે ટેમ્પો પલટી મારવાને કારણે છ લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્ય લોકો વલભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવારમાં છે. ઘટના સમયે લોકોના ટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. બનાવને પગલે સેવાભાવીઓએ પોતાની માનવતા બતાવી હતી. વલભીપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવ બાદ ઇજાગ્રસ્તોને લાવ્યા બાદ લોકોથી ભરાઈ ગયું હતું. ટેમ્પોને બહાર કાઢવા અને પોલીસ દ્વારા બનાવને પગલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે બનાવમાં ટેમ્પો ચલાકનો આબાદ બચાવ થયો છે. જ્યારે ગરીબ મજૂરોને જીવ ગુમાવવા પડ્યા છે.