ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના ક્લસ્ટર વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો - કોરોના વાઇરસ લોકડાઉન

ભાવનગરના કલસ્ટર ઝોનમાં આવતા કાજીવાડ અને મામકોઠા વિસ્તારમાં મંગળવારે બે જૂથ વચ્ચે પથ્થમારે હતો. જેમાં એક વ્યકિતને ઇજા પહોંચી હતી. આ અંગે જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ધટના સ્થળે પહોચ્યો હતો.

etv bharat
ભાવનગર: કલસ્ટર વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો

By

Published : Apr 14, 2020, 5:23 PM IST

ભાવનગર : દેશભરમાં કોરોના વાઇરસે આંતક મચાવ્યો છે. ત્યારે શહેરના જે-જે વિસ્તારમાં કોરોના વાઇરસના કેસ વધુ સામે આવ્યા છે. તે વિસ્તારોને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને તે વિસ્તારોમાં કોઇ લોકડાઉનનો ઉલ્લંઘન ના કરે તે માટે પોલીસને પણ ત્યા બંદોબસ્ત આપવામાં આવ્યો છે.

ભાવનગર: કલસ્ટર વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો

ત્યારે ભાવનગરમાં ક્લસ્ટર ઝોનમાં આવતા કાજીવાડ અને મામકોઠા રોડ વિસ્તારમાં મંગળવારે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યકિતને ઇજા પહોચી હતી. આ અંગે પોલીસને જાણ થતા ઉચ્ચઅધિકારીઓ સહિતનો કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો.

જો કે પોલીસ ત્યાં પહોંચી તે પહેલો મામલો થાળે પડી ગયો હતો. પરંતુ ઘટના સ્થળની પરિસ્થિત વધુ ગંભીર લાગતા પથ્થરમારો કયા કારણોસર અને કોની કોની વચ્ચે થયો હતો.તે પોલીસે અંગે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details