ભાવનગરઃ ગુજરાતનું કાશ્મીર એટલે મહુવા. આ મહુવામાં બિનવારસી ચંદનનો જથ્થો મળી આવ્યો છે. મહુવાના માલણ નદીના કાંઠે બિનવારસી પડેલા ચંદનના જથ્થાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મળી આવેલું ચંદન લીલું છે અને ચંદન મળવાને પગલે પોલીસ ચોકી ઉઠી છે. મહુવા અને જેસર પંથક જંગલ વિસ્તારનું હોવાનું માનવામાં આવે છે.
ભાવનગરઃ મહુવા ખાતેથી 500 કિલો બિનવારસી ચંદન મળી આવ્યું
ભાવનગરનું કાશ્મીર એટલે સૌરાષ્ટ્રનું કાશ્મીર અને સિંહો માટેનું આવાસ પણ કહેવામાં આવે છે. કારણ કે, મહુવા, જેસર અને પાલીતાણા જેવા પંથક સિંહોના રહેઠાણ અને જંગલ વિસ્તાર છે. ત્યારે જંગલ જેવા વિસ્તરોમાં ચંદન થતું હોય છે. ત્યારે મહુવામાંથી આશરે 500 કિલો જેટલુ ચંદન બિનવારસી મળી આવ્યું છે.
મહુવામાં માલણ નદી કાંઠે મળી આવેલું ચંદન અંદાજે 500 કિલો જેટલું છે. જેની અંદાજીત રકમ 1,75,000 આસપાસ થઈ શકે છે. એવામાં ભાવનગરના મહુવા પાસે ચંદન મળતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે પ્રથમ બે લોકોની અટકાયત શંકાના આધારે કરી હતી, પરંતુ બાદમાં તે નહીં હોવાનું માલુમ કરતા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ચંદન ચોરી જેવી ઘટનાઓ બનતા મહુવા અને જેસર પંથક જેવા વિસ્તાર સિંહ અને દીપડાના છે. તેમજ ત્યાં ચંદન સુખડ જેવા વૃક્ષો પણ થતા હોય છે. એવામાં બિનવારસી મળેલા ચંદનને પગલે પોલીસે તપાસ આદરી છે. હાલ પોલીસે જાણવા જોગ નોંધ લઈ તપાસ કરી રહી છે.
મહુવામાં મળેલું 500 કિલો ચંદન બિનવારસી મળ્યું છે, ત્યારે તેનો માલિક કોણ અથવા શું ચોરીના છે? જેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થયા છે. ચંદન જો જંગલનું હોઈ તો ચંદન ચોર કોણ તેવો પણ પ્રશ્ન થાય અને વન વિભાગ માટે પણ તપાસનો વિષય બની શકે છે. જો કે, મળેલું ચંદન લીલું છે. એટલે ચંદન ચોરી તાઝી છે, તે ફળીભૂત થાય છે. હવે જોવાનું એ રહેશે કે ચંદન કોનું અને આખરે ચંદન ક્યાંથી આવ્યું તે પોલીસ શોધી કાઢે છે કે કેમ?