ભાવનગર: જિલ્લામાં આવેલા મુંબઈના અલગ-અલગ લોકોને પોતાના વતન જવા માટે કલેકેટર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી હતી. પોલીસ તંત્રની સાથે વહીવટી તંત્ર દ્વારા ફસાયેલા લોકોને વતન જવા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભાવનગર સહિત જિલ્લાના 18 મુંબઇવાસીઓ મંજૂરી બાદ બસ મારફત પરત રવાના - corona virus in india
દેશમાં લોકડાઉન થતા મુંબઈથી ભાવનગર આવેલા કેટલાક લોકો ભાવનગરમાં જ ફસાયા હતા. ત્યારે કલેક્ટર દ્વારા 18 લોકોને મુંબઇ જવાની મંજૂર આપવામાં આવી હતી. આ 18 લોકોને બસ મારફતે મોકલવાનું કામ પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

ભાવનગર: જિલ્લાના 18 લોકોને મુંબઇ જવા મંજૂરી મળી
ભાવનગર શહેર અને જિલ્લામાં ફસાયેલા મુંબઈના રહેવાઈઓને લોકડાઉનમાં જવા માટે ખાસ વ્યવસ્થા તંત્ર દ્રારા કરી આપવામાં આવી હતી. ખાનગી બસના આધારે 18 લોકોને જવાની પરવાનગી આપવામાં આવી હતી.