ગુજરાત

gujarat

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી બાદ સ્વચ્છતાની આદત પાડવાની DRMની સલાહ

By

Published : Sep 30, 2020, 7:54 PM IST

ભાવનગર રેલવે ડિવિઝને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી હતી. જેના અંતિમ દિવસે ભાવનગર રેલવે DRMએ રેલવે કર્મચારી સહિત લોકોને સ્વચ્છતા માટે સ્વયંભૂ જાગૃત બની સ્વચ્છતાની આદત પાડવા માટે સલાહ આપી છે.

ભાવનગર રેલવે ડિવિઝન
ભાવનગર રેલવે ડિવિઝન

ભાવનગર : સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડિયાના અંતિમ દિવસે ભાવનગર રેલવે ડિવિઝનના DRM પ્રતીક ગૌસ્વામીએ લોકોને હવે સ્વચ્છતાને આદત બનાવવા માટે જણાવ્યું છે.

ભાવનગર રેલવે ડિવિઝનએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી

પત્રકાર પરિષદમાં ભાવનગર DRMએ જણાવ્યું હતું કે, રેલવેના દરેક ખૂણે સ્વચ્છતા માટે પગલા લેવામાં આવી રહ્યા છે અને કોવિડ-19ની મહામારીને પગલે રેલવે દ્વારા સંપૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. રેલવે ડિવિઝનમાં ચાલતા પખવાડિયાને લઈને રેલવેએ દરેક ખૂણામાં સ્વચ્છતા કરવામાં આવી છે. જેમાં રેલવે કોલોની, રેલવે ઓફિસ અને રેલવે સ્ટેશનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યા હતા.

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી બાદ સ્વચ્છતાની આદત પાડવાની DRMની સલાહ

આ સાથે તેમને જણાવ્યું હતું કે, હવે રેલવે સહિત દરેક ભારતવાસીઓને DRMએ સ્વચ્છતા માટે સ્વયંભૂ સમજીને આદત સ્વચ્છતાની પાડવી પડશે, તેવી હાકલ કરી છે. જેથી કરીને કોવિડ જેવી મહામારી અને સ્વાસ્થ્યને લઈને ભારત સક્ષમ બની શકે.

ABOUT THE AUTHOR

...view details