ભાવનગર: શહેરમાં વીર માંધાતા કોળી સંગઠનના સમૂહ લગ્નમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી. ભાવનગરના મહેમાન બનીને સમૂહ લગ્નમાં કન્યા અને વરને આશીર્વાદ આપ્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ત્યારબાદ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ડુંગળીને લઈ ખેડૂત આગેવાનોએ રજૂઆત કરતા ભગવંત માને દિલ્હી પંજાબ સરકાર દ્વારા ખરીદી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ભગવંત માનનું ખેડૂતોને આશ્વાસન:ભાવનગર સર્કિટ હાઉસમાં ખેડૂત આગેવાન મિતુસિંહ ઝાલા ઉખરલાના આગેવાન ખેડૂત અને ભંડારીયાના મોહનભાઇ મકવાણા ખેડૂત આગેવાન ભગવંત માનને રજુઆત કરી હતી. ડુંગળીમાં ખેડૂતો રડી રહ્યા છે ખેતરમાં જ નાશ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. માર્કેટિંગ યાર્ડમાં કોઈ જવાબ આપતું નથી અને સરકારને કાઈ પડી નથી. ભગવંત માને આશ્વાસન આપ્યું હતું કે પંજાબ અને દિલ્હી સરકાર પ્રયત્ન કરશે કે રેલવેના વેગન મોકલીને તમારી ડુંગળી ખરીદી કરશે. હાલમાં ખેડૂતો ડુંગળીનો નાશ કરે નહિ અને વિનંતી છે કે 10 થી 15 દિવસ રાહ જુએ.
"અમે અત્યારે માન સાહેબને મળ્યા અને ખેતીવાડી વિશે જે પરિસ્થિતિ છે તેને લઈને ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાનો રજૂઆત કરી છે. દિલ્હી પંજાબ સરકાર ગુજરાતના ખેડૂતોને થોડો સમય શાંતિ જાળવે તેવી માન સાહેબે વિનંતી કરી છે અને 10થી 15 દિવસ રાહ જુએ. જમીનમાં ડુંગળી રાખે અથવા તો છાયામાં રાખે કોઈ ખેડી નાખે નહીં. અમે સો ટકા તેનો રસ્તો કરશું અને ખરીદી કરશું તેમ અમને આશ્વાસન આપવામાં આપ્યું છે." - મિતુસિંહ ઝાલા, ખેડૂત આગેવાન