ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ફરી કેસરીયો લહેરાવવા ભારતીબેન શિયાળના સમર્થનમાં આવ્યા જીતુ વાઘાણી

ભાવનગર; ભાવનગરમાં લોકસભા બેઠક પર પણ આગામી તારીખ 23 ના રોજ યોજાનાર મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે છેલ્લી સાત ટર્મથી ભાજપનો ગઢ ગણાતી ભાવનગર લોકસભા બેઠક પર વધુ એક વખત કેસરિયો લહેરાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ખુદ મેદાને ઉતર્યા હતા અને ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળના સમર્થનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ વિશાળ બાઈક રેલી યોજી હતી. આ સાથે તેમણે ભાવનગર લોકસભા બેઠક પર વધુ એક વખત કમળ ખીલશે તેઓ દાવો પણ કર્યો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 20, 2019, 8:02 PM IST

લોકસભા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે આ સાથે બંને પક્ષોએ આક્ષેપ-પ્રતિઆક્ષેપનો પણ મારો યથાવત રાખ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ બેઠકો ઉપર આગામી તારીખ 23 ના રોજ મતદાન થવાનું છે ત્યારે જીતુ વાધાણી ભારતીબેન શિયાળના સમર્થનમાં આવ્યા હતા.

ભાવનગરમાં ફરી કેસરીયો લહેરાવવા ભારતીબેન શિયાળના સમર્થનમાં આવ્યા જીતુ વાઘાણી

ભાજપની વિશાલ રેલી અને પ્રચાર સામે કોંગ્રેસે પણ મહત્તમ મતદારો એવા ખેડૂતોની વેદનાને પણ વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલી ન્યા યોજનાની ખેડૂત આગેવાન અને ભાવનગર સહકારી નાગરીક બેંકના ચેરમેન અને વિગતો આપી ભાજપની સરકાર દ્વારા ખેડૂતોને કરવામાં આવી રહેલા ભારોભાર અન્યાય સામે આ વખતે કોંગ્રેસને મત આપવા ખેડૂતોને હાકલ કરી હતી.

સમગ્ર રાજ્યમાં ડુંગળી અને કપાસ પકવતા ખેડૂતોમાં ભાવનગર જીલ્લો અગ્રક્રમે છે ત્યારે કેન્દ્વમાં પ્રથમ વખત શાસનમાં આવેલી મોદી સરકારે કપાસ, મગફળી અને ડુંગળીમાં ટેકાના ઉંચા ભાવ આપવાનો વાયદો આપ્યો હતો. પાંચ વર્ષના શાસનમાં મોદી સરકારએ વાયદો પૂર્ણ કરી શકી નથી. પરંતુ આ પાંચ વર્ષ દરમિયાન નોટબંધી, GST મોંઘવારી સહિતના પ્રશ્નોની સીધી અસર ખેડૂતોને સૌથી વધુ થઇ છે ત્યારે જોવું રહ્યુ કે, ભાવનગર લોકસભા બેઠક પર આ વખતે પુનરાવર્તન થાય છે કે પરિવર્તન...

ABOUT THE AUTHOR

...view details