ભાવનગર: તલગાજરડા ખાતે 6 જૂન- શનિવારના રોજ ત્રિભુવનવડની છાયામાં કથાકાર મોરારીબાપુ દ્વારા 844મી રામકથાનો પ્રારંભ થશે.
તલગાજરડા ખાતે ત્રિભુવનવડની છાયામાં ૩ શ્રોતાની હાજરીમાં મોરારીબાપુ કરશે કથાગાન - તલગાજરડામાં મોરારીબાપુ દ્વારા કથાનો પ્રારંભ
ભાવનગરના તલગાજરડા ખાતે 6જૂનથી ત્રિભુવનવટની છાયામાં 3 શ્રોતાની હાજરીમાં કથાકાર મોરારી બાપુ દ્વારા 844મી રામકથાનો પ્રારંભ થશે.
વર્ષો પહેલા, કિશોર વયના મોરારીબાપુએ પોતાની કથા યાત્રાનો પ્રારંભ આજ સ્થળેથી કર્યો હતો. ‘ગોચરમાં ગાયો’ આ બાપુ દ્વારા આરંભાયેલી પ્રથમ રામકથાન હતી જેના પ્રથમ શ્રોતાઓ ભેંસો ચરાવતા ત્રણ પશુપાલકો હતા.
આવી જ કથા ફરી લોકડાઉનનું પાલન કરી માત્ર ત્રણ શ્રોતા સાથે આવતીકાલથી શરૂ કરવામાં આવશે. લગભગ છ દાયકા ઉપરાંતના કાળખંડ પછી પુનઃ એ જ સ્થાને, એ જ વક્તા, એ જ વટવૃક્ષની નીચે માટીના ટીંબાને બદલે પોતાની ઝૂલતી વ્યાસપીઠ પરથી કેવળ ત્રણ માનવ શ્રોતાઓની સમક્ષ સાજીંદાઓ અને ગાયકોના સંગાથ વગર જ, લીલીછમ્મ વનરાજી અને પંખીઓના ટહુકા વચ્ચે રામચરિતમાનસની ચોપાઈઓનું ગાન કરશે.