ગુજરાત

gujarat

ETV Bharat / state

શું ગુજરાતમાં ઓનલાઇન ગાંજો પણ મળે છે! - bhavnagar

ભાવનગર: બેચલર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (BBA)ના કોર્સમાં અભ્યાસ કરતો એક યુવાન ગાંજાના જથ્થા સાથે ઝડયાપો છે. ભાવનગરનો આ કિસ્સો આંખ ઉઘાડનારો એટલા માટે છે, કે પકડાયેલા નબીરાએ માત્ર એક ક્લીકથી ગાંજો મંગાવ્યો હતો. આ કેસની જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગાંજાના ઑનલાઈન વેચાણનું મોટું નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. જો કે હાલમાં પોલીસ વિભાગ દ્વારા યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શું ગુજરાતમાં ગાંજો પણ ઓનલાઈન મળે છે !

By

Published : May 16, 2019, 6:26 PM IST

ભારત દેશ જેમ જેમ ડિજિટલ બનવા તરફ આગળ વધી રહ્યુ છે, તેની સાથે તેેના નકારાત્મક પાસા પણ સામે આવી રહ્યાં છે. જેનું તાજુ ઉદાહરણ ભાવનગર પોલીસ દ્વારા ઝડપાયેલા લબરમૂછીયા યુવાનનું જ છે. ભાવનગરમાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનાં સેવન તરફ વળી રહ્યાં છે. જેથી પોલીસ ગાંજા, ચરસ અને દારૂના વેચાણ પર નજર રાખી રહી હતી. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ SOG પોલીસ ઈન્સપેક્ટર એસ.એન.બારોટે જુદી-જુદી ટીમો બનાવી શાળા -કૉલેજની આસપાસ વૉચ રાખી હતી.

શું ગુજરાતમાં ઓનલાઈન ગાંજો મળે છે !

જે દરમિયાન એકટીવા સાથે 19 વર્ષિય મનન વિરલભાઇ શાહ નામક એક વિદ્યાર્થીને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી ગાંજાના 11 પેકેટ મળી આવ્યા હતા. જે અંગે તેની પુછપરછ કરતા તેણે આ ગાંજાના પેકેટ ઈ-પેમેન્ટ કરી અમદાવાદથી કુરિયર મારફત મંગાવ્યા આવ્યું હતું. જો કે આ જથ્થો બસમાં અન્ય પાર્સલની આડમાં સંતાડીને લાવવામાં આવી રહ્યો હતો.

તો આ અંગે મનન શાહે મિત્રો સાથે મોજશોખ કરવા અને સાથે બેસીને નશો કરવા માટે આ ગાંજો મંગાવ્યો હોવાનું કબૂલ્યુ હતું. પોલીસ તપાસમાં વિરલ ભાવનગરની એક કૉલેજમાં BBAનો અભ્યાસ કરતો હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેના મૂછના દોરા પણ ફૂટ્યા નથી એવા યુવાનો નશો કરી પોતાની યુવાની પાયમાલ કરતા હોવાથી આ બનાવ સમાજ માટે તો લાલબત્તી સમાન છે. પરંતુ જો આ ગુનાની ઝીણવટ પૂર્વકની તપાસ કરાઈ તો ઓનલાઈન ગાંજા વેચાણનું મોટુ નેટવર્ક સામે આવી શકે તેમ છે. આ બનાવ પછી દરેકના મોં પર એ સવાલ ઉભો થયો છે, કે શું ગુજરાતમાં હવે ગાંજો પણ ઓનલાઈન મળે છે?

ABOUT THE AUTHOR

...view details