ભાવનગર :યુવરાજસિંહ જાડેજાએ ઘટસ્ફોટ કર્યા બાદ યુનિર્વસિટીના વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. સમગ્ર મામલામાં મોડી મોડી નોંધાયેલી ફરિયાદમાં શિક્ષક સહિત ત્રણને ઝડપી લેવામાં આવ્યા છે. સવાલ એક જ ઉભો થાય છે લોકોમાં કે આખરે પેપર ફૂટ્યું તેનાથી યુનિર્વસિટી અજાણ કેમ રહી અને શું ભૂતકાળમાં પેપર ફૂટ્યા છે. શુ લેવાયેલી પરીક્ષા રદ કરવામાં આવશે ? શું કોલેજની માન્યતા રદ થશે ? બધા સવાલોના જવાબ હાલ અકબંધ છે. જોવાનું એ રહેશે કે આખરે શુ થાય છે.
ભાવનગરની યુનિર્વસિટીનું પેપર ફૂટ્યું :ભાવનગર યુનિવર્સિટીનો 1 એપ્રિલે લેવાયેલો બીકોમનો સેમેસ્ટર 6નો એકાઉન્ટન્સીનો પેપર ફૂટીયાની જાણ એક સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર દિવસ પછી યુનિવર્સિટી હવે પોલીસ ફરિયાદ નોંધાવા પહોંચી છે. યુવરાજસિંહ જાડેજાએ પેપરનો ફોટો પાડનારનું પણ નામ જાહેર કર્યું અને તેને પોલીસ પાસે જવા સલાહ પણ આપી છે. ત્યારે સવાલ ઉભો એ થાય છે કે યુનિવર્સિટીનું વહીવટી તંત્ર શુ કરી રહ્યું છે. અગાઉ પણ શું પેપર ફૂટ્યા છે કે કેમ ? તેને લઈને કોઈ તપાસ કરવામાં આવે છે. બે દિવસ પછી કમિટી નિર્ણય કરી ફરિયાદ નોંધાવે છે. ક્યાંક કાર્યવાહી કરવામાં યુનિરવસિટીનું તંત્ર ઢીલી નીતિ કેમ રાખી રહ્યું છે તેવા સવાલ વિદ્યાર્થી જગતમાં ઉઠ્યા છે. જો કે ફરિયાદ બાદ આરોપીને પોલીસે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
પેપર ફૂટ્વાની જાણ અને પેપરનો ફોટો પાડનાર યુવરાજસિંહ જાડેજાને મળ્યા :ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિરવસિટીમાં 1 એપ્રિલે પેપર ફૂટ્યાનો ધડાકો વિદ્યાર્થી હિતમાં કામ કરતા સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ કર્યો. આધાર પુરાવા રજૂ કર્યા અને બાદમાં યુનિર્વસિટી એક્શનમાં આવી હતી. બીજો ઘટસ્ફોટ યુવરાજસિંહે કર્યો હતો કે એ જે કાકડીયા કોલેજનો અમિત ગલાણી તેને કાળિયાબીડ ટાંકીએ મળવા આવ્યો અને પેપરનો ફોટો અમિત ગલાણીના ફોનમાંથી કોઈ વિવેક મકવાણા નામના વિદ્યાર્થીએ પાડ્યો હતો. બાદમાં આ ફોટો વાયરલ પેપરનો થયો હતો. યુવરાજસિંહ જાડેજાએ અમિત ગલાણીને પોલીસ પાસે જવાની સલાહ આપી હતી. યુવરાજસિંહ જાડેજાએ 3.30 એ શરૂ થતું પેપર 3.12 મિનિટએ સોશિયલ મીડિયામાં વાયરલ હોવાનું આધાર પુરાવા સાથે આપ્યું હતું.
પરીક્ષા રદ થશે કે કેમ તેના લઈને કોઈ નિર્ણય કર્યો નથી :યુવરાજસિંહ જાડેજાએ પેપર ફૂટ્યાનો ઘટસ્ફોટ કર્યા બાદ યુનિર્વસિટીએ સોશિયલ મીડિયામાંથી જાણ થઇ હોવાનું જણાવીને પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપી દીધી હતી, પરંતુ ત્યારબાદ બે દિવસ સુધી પોલીસ ફરિયાદ નોંધાવવામાં યુનિવર્સિટી તપાસ કમિટીને રાહમાં રહી હતી. ઇન્દ્ર ગઢવી, ગીરીશ પટેલ, કૌશિક ભટ્ટ અને કુલપતિ એમ એમ ત્રિવેદીની કમિટી મળ્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. એલ જે કાકડીયા કોલેજના બીબીએ વિભાગના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની શિક્ષક તરીકેની માન્યતા રદ કરવાની વાત કરી હતી. પરંતુ પરીક્ષા રદ થશે કે કેમ તેના લઈને કોઈ નિર્ણય કર્યો નથી.
કેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા અને ઢીલી નીતિ કેમ પગલાં ભરવામાં :ભાવનગર જિલ્લાની ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી નીચે આવતી કોમર્સ કોલેજની બી કોમની સેમેસ્ટર સિક્સની પરીક્ષામાં અંદાજે 2500 કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે યુનિવર્સિટીના કુલપતિથી લઈને કુલ સચિવ પણ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. પરીક્ષા રદ કરવા મામલે યુનિર્વસિટી પોલીસ તપાસ બાદ નિર્ણયનું જણાવે છે જ્યારે યુનિર્વસિટીએ પોલીસ ફરિયાદ કરી જ નોહતી. યુનિવર્સિટીની ઢીલી નીતિનો મતલબ સાફ છે કે ફરિયાદ કર્યા પહેલા પોલીસ તપાસ શું આવે છે તેના આધારે પરીક્ષા રદ કરવી કે નહીં તેના નિર્ણય કરવાની વાત ક્યાંક યુનિવર્સિટીનો રસ્તો બચાવ પ્રયુક્તિનો લાગતો હોય તેમ લાગી રહ્યું છે.