- મેનેજમેન્ટના આકરા વલણથી ખેડૂતો અને લોકો પરેશાન
- યાર્ડ બહાર વાહનોના લાગ્યા થપ્પા
- લોકોને ભોગવવી પડતી મુશ્કેલી
ભાવનગર: મહુવા માર્કેટિંગયાર્ડમાં હરાજી શરૂ થયા બાદ થોડી જ કલાકમાં હરાજીનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું. બંધ થવાનું કારણ એ હતું કે યાર્ડમાં 4 કમિશન એજન્ટોને એકસાથે ડુંગળી ખરીદવા બાબતે નોટિસ આપી હતી. આ કારણથી વેપારી એસોસિએશને હરાજી બંધ રાખી હતી.
નોટિસ મળતા જ હરાજીનું કામ થયું ઠપ્પ
વેપારી એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈએ જણાવ્યું કે, એક વકલની ડુંગળી કે જેની હરાજી થઈ ગઈ છે તેમાંથી બીજા વેપારીઓ અડધી લઈ શકે નહી. ખરીદી કરનાર વેપારીની જ ગણાય. આવા મનસ્વી નિર્ણયોને કારણે વિવાદ થયો અને એ વિવાદ ડામવા વેપારીઓએ હવે ભૂલ નહીં થાય તેવું કહેવા છતાં યાર્ડ મેનેજમેન્ટે 4 વેપારીઓને નોટિસ આપી, જેમાં- બોન ટ્રેડિંગ, કિસાન ટ્રેંડર્સ, પંજેતિની ટ્રેંડર્સ અને ઉકા હાદાને ચાર વેપારીઓનો સમાવેશ થાય છે.નોટિસમાં જણાવ્યું કે જે ડુંગળી ભાગમાં લીધી છે તેની પેનલ્ટી આપવામાં આવે અથવા યાર્ડની બહાર જઈ શકે.