- ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર હુમલો
- કોન્સ્ટેબલ પર આરોપી સહિત 8 લોકોએ હુમલો કર્યો
- પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનારને 7 વર્ષની સજા
ભાવનગર : સિહોરમાં 2018માં આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર આરોપી સહિત 8 લોકોએ હુમલો કર્યો હતો. જેને લઈ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી હતી. જેનોં કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મુખ્ય આરોપીને સજા ફટકારી છે.
પોલીસ કોન્સ્ટેબલ પર 2018નો હુમલો
સિહોર પોલીસ સ્ટેશનમાં 2018માં જુનેદ ઉર્ફે જુલ્ફી આરીફભાઈ કાઝી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આરોપીને પકડવા 31/3/2018માં કોન્સ્ટેબલ મહિપતસિંહને જાણ થતાં ટાણા રોડ પર લીલાપીર ગ્રાઉડમાં આરોપી જુનેદને પકડવા જતા સ્થળ પર 8 લોકોએ મહિપતસિંહ ઉપર લાકડી,ઢોક,પાઇપ વડે હુમલો કરી મહિપતસિંહને ઇજા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સરકારી વાહન બાઇકને નુકસાન કરવામાં આવતા 8 યુવકો સામે મહિપતસિંહએ ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદ બાદ કોર્ટે શુ સજા કોને ફટકારી અને કોણ નિર્દોષ
સિહોરના લીલાપીર ગ્રાઉન્ડમાં બનેલા બનાવ બાદ ફરિયાદના આધારે 8 લોકોને ઝડપી લીધા બાદ કોર્ટમાં કેસ ચાલી જતા ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં મુખ્ય આરોપી જુનેદ આરીફભાઈ કાઝીને 7 વર્ષની સજા ફટકારી છે અને અન્ય આરોપીઓને શંકાના આધારે છોડી મુકવામાં આવ્યા છે અને મુખ્ય આરોપીને 10 હજારનો દંડ પણ જીકવામાં આવ્યો છે