ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં - Lions in Gujarat

સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી છે. અને હવે સોરઠમાંથી (Lion in Bhavnagar) ગોહિલવાડમાં ધામાં નાંખ્યા છે. ભાલ પંથકના ગામડાઓમાં (Asiatic Lion in gir) સિંહએ છેલ્લા 10 મહિનાથી ધામાં નાંખ્યા છે.પરંતુ ભયને કારણે ખેડૂતો અને માલધારીઓએ (Lions in Gujarat) સિંહોને ખસેડવા માંગ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં
સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં

By

Published : Dec 19, 2022, 7:54 PM IST

સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી

ભાવનગરગિરનો સાવજ(Lion in Bhavnagar)ગમે ત્યા જાય એતો ગાજે તો ખરો જ. ત્યારે હવે ગાંડી ગીરનું ઘરેણું કહેવાતો સાવજપોતાની સીમા (Asiatic Lion in gir) વધારી છે. સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં નાંખ્યા છે. પરંતુ સિંહોના(Asiatic Lion in gir) આ ધામાંને કારણે ભાવનગરના માલધારીઓ ભયભીત થયા છે. ખેડૂતો અને માલધારીઓએ (Lions in Gujarat) સિંહોને ખસેડવા માંગ કરવામાં આવી રહી છે. જેને લઇને વનવિભાગ ETV BHARAT એ તેના પર સ્પષ્ટીકરણ આપ્યું છે.

ગીરના સાવજનું બીજુ ઘરભાવનગર જિલ્લો(Lion in Bhavnagar) હવે ગીરના સાવજનું ઘર બની ગયો છે. આમ તો વર્ષો પહેલા સિંહ સમગ્ર સૌરાષ્ટ્રમાં હતા પણ સંખ્યા ઘટતા ગીર સુધી સીમિત બન્યા હતા. પણ હવે ભાવનગર જિલ્લાના કાળિયાર અભ્યારણ (Blackbuck National Park Bhavnagar) વિસ્તારમાં સિંહના ધામાંથી વલભીપુર તાલુકાના ભાલના ગામડાના માલધારીઓ ઘણા મહિનાઓથી ચિંતિત છે.આમ જોઈએ તો ભાવનગર માટે ખુશ ખબર કહી શકાય.

ગાયો લઈને જવામાં ભયભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ભાલ પંથકના ગામડાઓમાં સિંહ ધામાં છેલ્લા 10 મહિનાથી હોવાનું સ્થાનિક માલધારીઓ જણાવી રહ્યા છે. ગાયોના શિકાર કરતા સિંહના પગલે ગાયો લઈને જવામાં ભય લાગી રહ્યો છે. ભાલ પંથકના પાટણા, માલપરા, પાણવી, મૅવાસા, સહિતના ગામડાઓ સિંહે આતંક મચાવ્યો છે. ત્યારે ખેડૂતો પોતાના ખેતરોમા ભયના ઓથાર નીચે જવા મજબુર બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ગૌચર જમીનમા ફોરેસ્ટ પોતાનો હક જતાવી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રામ્યના લોકોની માંગ છે કે સિંહને યોગ્ય સ્થળ પર મૂકવામાં આવે જેથી તેમના માલઢોરનું નુકશાન થાય નહિ.

સિંહનો બોવ ત્રાસ વિહા ભગત માલધારીનું કહેવું છે કે સિંહનો બોવ ત્રાસ છે 50 50 હજારની ગાયો મારી નાખી. આ ફોરેસ્ટ વાળા કે છે ઇ મહેમાન છે. પણ આ 10 મહિના થયા. મારી પાસે 4 ગાયો છે પણ મારા ભાઈઓ પાસે 200 ગાયો છે.

પાંચ તાલુકામાં વસવાટ ભાવનગર જિલ્લામાં સિંહોનો (Asiatic Lion in gir) વસવાટ વર્ષોથી છે. 2020માં વનવિભાગ દ્વારા સિંહની ગણતરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં 49 સિંહો હોવાનું સામે આવ્યું હતું. જિલ્લાના 10 તાલુકા પૈકી સિંહ ચાર તાલુકામાં હતો અને હવે પાંચ તાલુકામાં વસવાટ કરી રહ્યા છે. તાલુકા પ્રમાણે જોઈએ તો જૂનાગઢ તરફના આવેલા મહુવા તાલુકામાં 32 સૌથી વધુ સિંહ છે. ત્યારે બાદ જેસરમાં 13 અને પાલીતાણામાં 4 સિંહો છે. આમ 2020માં 49 સિંહો નોંધાયેલા છે. હવે એક સિંહ વલભીપુરના ભાલ પંથકમાં છેલ્લા 10 મહિનાથી છે તેમ DFO સાદિક મુંજાવર સાહેબે જણાવ્યું હતું.

કિંમત ચુકવવામાં આવે છેસાદિક મુંજાવર વનવિભાગથી છે તેમનું કહેવું છે કે ભાવનગર જિલ્લામાં 2020 માં મહુવામાં 32 સૌથી વધુ સિંહ હતા જ્યારે જેસરમાં 13 પાલીતાણા 4 અને સિહોરમાં 6 જેવા સિંહો છે. સિંહ માટે પાણી વ્યવસ્થા કરવી તેનો હેબીટેટનું ધ્યાન રાખવાની જવાબદારી છે. દિવસે દિવસે સિંહની સંખ્યા વધે છે. 2020માં ગિરથી ભાવનગર જિલ્લામાં સિહોર સુધી હતા જે હવે 2022માં વલભીપુર સુધી પહોંચ્યા છે. સરકારનો કાયદો છે જંગલની જમીનમાં હોય તો તેને ફેરવાય નહિ પણ માલઢોર ખેડૂતના મફે તો તેની કિંમત ચુકવવામાં આવે છે. 50 હજાર જેવી કિંમત અપાય છે ગાય અને ભેંસની.

સૌરાષ્ટ્ર વિસ્તારને કવર ગિરમાં એક સમયે ઘટી ગયેલા સિંહ ફરી પોતાના સૌરાષ્ટ્ર વિસ્તારને(Lions in Gujarat) કવર કરી રહ્યા છે. સિંહ પહેલા ભાવનગર જિલ્લામાં હતા અને ફરી વર્ષોના સમય પછી ફરી આવ્યા છે. વલભીપુર પંથકમાં સિંહના મારણને પગલે ભયભીત ગામડાના લોકોને જાગૃતિ લાવવા વન વિભાગ કોશિશો કરી રહ્યું છે. સિંહનું સ્થળ બદલાવી શકાય નહીં પરંતુ લોકોને કેવી રીતે રહેવું અને માલઢોર સાચવવા તેની સમજણ આપવામાં આવી રહી છે તેમ DFO સાદિક મુંજાવરે જણાવ્યું હતું.

રજવાડા ચિત્તાકાળિયાર અભ્યારણમાં (Blackbuck National Park Bhavnagar) રજવાડા ચિત્તા લઈ જતા ત્યાં સિંહ પહોંચ્યા. ભાવનગરનું ભાલ એટલે વલભીપુર અને ભાવનગર તાલુકાનો દરિયાઈ પટ્ટી પરનો સંયુક્ત વિસ્તાર છે. જ્યાં કાળિયાર રાષ્ટ્રીય ઉધાન આવેલું છે. આ કાળિયાર અભ્યારણના દરવાજે સિંહ પહોંચ્યા ગયા છે. વન વિભાગે હાલ ભાલમાં એક સિંહ હોવાનું જણાવ્યું છે. જ્યારે અન્ય માદા કે બચ્ચા જોવા મળ્યા નથી. પરંતુ ભાલ સુધી સિંહના ધામાં હવે ગીરના સાવજ બાદ ભાવેણાનો સાવજ જરૂર બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details