- ભાવનગરમાં પાંચ સ્થળે રસ્તા પર રેપીડ ટેસ્ટની શરૂઆત
- આરટીઓ સર્કલ, નિલમબાગ સર્કલ,સરદારનગર સર્કલ,શિવાજી સર્કલ અને લીલા સર્કલ
- ચૂંટણી બાદ કોરોનાના 3માંથી વધીને 32 કેસ જોવા મળ્યા હતા
ભાવનગરઃ ચૂંટણી પછી શહેરમાં 19 માર્ચે નોંધાયેલા 32 કેસ બાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર સ્થળો પર રેપીડ ટેસ્ટના સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે અને જાહેરજનતાને રેપીડ ટેસ્ટ કરવાનો અનુરોધ કરાયો છે. જેથી કોરોના પર કાબૂ મેળવી શકાય. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા ભાવનગરમાં 3 કોરોના પોઝિટિવ કેસની સંખ્યા નોંધાઈ હતી. ભાવનગર જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા જેવા શહેરમાં પણ ચૂંટણી પછી કોરોના કેસમાં વધારો નોંધાતા રાત્રિ કરફ્યૂ અને બાગ-બગીચા, મોલ બંધ કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં કોરોનાના કેસ વધતા 5 જાહેર સ્થળે રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ કરાઇ આ પણ વાંચોઃગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ, 1122 નવા કેસ સામે આવ્યા
મહાનગરપાલિકાએ પાંચ સ્થળો પર રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ કરાઇ છે
ભાવનગર શહેરમાં ચૂંટણી પૂર્ણ થતાં અચાનક કોરોનાના આંકડામાં વધારો જોવા મળતા તંત્ર ચિંતામાં આવી ગયું છે. કોરોનાના કેસ વધતા પ્રજા દ્વારા વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે કે, શું ચૂંટણીમાં કોરોના હતો નહિ કે પછી ચૂંટણી હોવાથી કોરોનાના આંકડા છુપાવવામાં આવ્યા હતા. જો કે, પ્રજાના સવાલો છે પણ જવાબ કોઈ નથી ત્યારે મહાનગરપાલિકાએ કોરોનાનો આંકડો ઘટાડવા જાહેર રસ્તા પર રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ કરી દીધી છે. જેના માટે શહેરનાં પાંચ સ્થળને નક્કી કરવામાં આવ્યા છે.
ભાવનગરમાં કોરોનાના કેસ વધતા 5 જાહેર સ્થળે રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ કરાઇ આ પણ વાંચોઃવડોદરામાં વધી રહેલા કોરોનાને પગલે તંત્ર દ્વારા બે મોટાં બજારો બંધ કરાવાયા
ભાવનગરમાં રેપીડ ટેસ્ટ કરાવવા માટે લોકોને અપીલ કરાઇ રહી છે
મહાનગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારમાં જાહેર રસ્તા પર રેપીડ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે. જેમાં શહેરનાં આરટીઓ સર્કલ, નિલમબાગ સર્કલ, સરદારનગર સર્કલ, શિવાજી સર્કલ અને લીલા સર્કલમાં રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ કામગીરીની શરુઆત થતા લોકો રસ્તા પર ઉભા રહીને પણ રેપીડ ટેસ્ટ કરાવી રહ્યા છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પ્રજાને માસ્ક પહેરવા અને જરુરી ડિસ્ટન્સ રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે.