ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર જિલ્લાના મહુવામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનુું આગમન - Rain in Mahuva

ભાવનગર જિલ્લાના મહુવામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનુું આગમન (rain in mahuva) થયું છે. અત્યાર સુધીમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વરસાદ હજુ પણ શરૂ છે. તાલુકાના ખેડૂતોમાં વરસાદને લઈને ખુશી જોવા મળી હતી.

Rain news
Rain news

By

Published : Aug 21, 2021, 7:12 PM IST

  • મહુવા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી
  • અસહ્ય ઉકળાટ બાદ છવાયા કાળા વાદળો
  • બપોર બાદ વરસવાનું શરૂ થતાં વાતાવરણમાં પ્રસરી ઠંડક

ભાવનગર: જિલ્લાના મહુવા તાલુકામાં લાંબા સમય બાદ વરસાદ (rain in mahuva) નું આગમન થયું છે. અત્યાર સુધીમાં કુલ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ વરસાદ ઉભા પાક માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે.

મહુવામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનુું આગમન

આ પણ વાંચો: ભારે વરસાદને લઈને મુજલાવથી બારડોલીની જોડતો લો લેવલનો બ્રિજ થયો પાણીમાં ગરકાવ

અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા

આજે શનિવારે બપોર બાદ વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જે બાદ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને હજુ પણ વરસાદ શરૂ છે. મહુવા તાલુકાના કોટડા, કલસાર, નૈપ, બગદાંણા સહિતના પંથકમાં નોંધાયો સારો એવો વરસાદ (rain in mahuva) નોંધાયો હતો. મહુવામાં વરસાદી પાણીના નિકાલનું પાલિકા દ્વારા કોઈ આયોજન નથી. જેને કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે.

આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, ચારેય નદીઓ ગાંડીતુર બની, અનેક ગામો સંપર્ક વિહોણા

ABOUT THE AUTHOR

...view details