માર્કેટિંગ યાર્ડમાં હાલ નાફેડ દ્વારા થતી ખરીદીમાં મંદગતિને જોવા મળી રહી છે. જેના પગલે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કારણ કે, નાફેડ દ્વારા ખેડૂતોને બે મહિના પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યા અને મગફળી વેચ્યાંના દોઢ મહિના બાદ પણ પૈસા ચૂકવવામાં આવતા નથી. જેથી ખેડૂતો ખાનગી વેપારીઓ પાસે મગફળી વેચવા માટે મજબૂર થયા છે. આમ, સરકાર રજીસ્ટ્રેશન બાદના ત્રણ મહિને પૈસા આપતી હોવાથી ખેડૂતોએ ખાનગી વેપારીઓને મગફળી વેચવાનું શરૂ કર્યુ છે . ત્યારે સરકારની ખરીદી નીતિ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
નાફેડની ખરીદી અને પૈસા ચૂકવણીમાં ઢીલી નીતિના કારણે ખેડૂતોમાં રોષ
ભાવનગરઃ માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા મગફળીના ભાવ યોગ્ય સમયે ચૂકવાતા નથી. જેથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં અનેક રજૂઆત કરી હતી. છતાં સરકારી કામગીરીમાં કોઈ પરીવર્તન જોવા મળ્યું નથી. જેથી રોષે ભરાયેલા ખેડૂતોએ ખાનગી વેપારીઓ પાસે મગફળી વેચવા માટે મજબૂર થયા છે.
ખેડૂતો રોષ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "સરકાર 1018 ભાવ આપે છે પણ યોગ્ય સમયે પૈસા આપતી નથી. એટલે તાત્કાલિક પૈસા મેળવવા માટે ખેડૂતો ખાનગી વેપારી પાસે જવાનું પસંદ કરી રહ્યાં છે."
ઉલ્લેખનીય છે કે, "ખાનગી વેપારીઓ મગફળીના 1000 ભાવ આપે છે. પણ ખેડૂતોને બે દિવસમાં પૈસા આપી ચૂકવે છે. જેથી નાફેડમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ખેડૂતો ખાનગી વેપારીઓને મગફળી વેચી રહ્યાં છે. 1050 રજીસ્ટ્રેશનમાંથી 586 ખેડૂતોની મગફળી ખરીદાઈ હતી અને બાકીના ખેડૂતો ખાનગી વેપારી પાસે મગફળી વેચવા ગયા હતા. જેથી નાફેડમાં માત્ર ચાર પાંચ ખેડૂતો જ જોવા મળ્યા હતા.