ભાવનગર : મેડિકલ કોલેજને તાળા મારવાનો પ્લાનિંગ સરકારે કર્યો હોય તેવા લેવાતા પગલાં અને નિર્ણયથી આજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ભાવનગર મેડિકલ કોલેજને તાળા મારવા જેવાં નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ - bhavnagar
જિલ્લાની મેડિકલ કોલેજ પણ છીનવવા માંગતી હોઈ તેવા સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓ આજે સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો. 31 શિક્ષકોની બદલીથી EWSની બેઠકો નહિ મળવાનો ડર વ્યક્ત કર્યો છે. સોમવાર સુધીમાં નિર્ણય નહિ લેવાય તો આંદોલન અને ધરણાની ચીમકી વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે.
આ તકે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે હાલમાં EWS હેઠળ સરકાર 10 બેઠક ફાળવતી હોઈ છે. આ બેઠક જનરલ અને ઓબીસી, એસસી, એસટી સિવાયની હોઈ છે. આ બેઠક માટે HOD અને પ્રોફેસર હોવા જરૂરી છે. કારણ કે ઇન્સ્પેકશન આવે, ત્યારે HOD કે પ્રોફેસર નહિ હોવાથી આ બેઠકો જતી રહે છે. આ સાથે પીજી કરી રહેલા વિદ્યાર્થીઓનું ભાવિ પણ ધૂંધળું બની જશે. 31માંથી 17 શિક્ષકો અલગ અલગ વિભાગના પીજીના છે. જેથી વિદ્યાર્થીઓ સાથે હળાહળ અન્યાય થશે તેની દિવસ રાતની મહેનત પાણીમાં જશે માટે સરકાર સોમવાર સુધીમાં આ બેઠકો નહિ ભરે તો વિદ્યાર્થીઓ આંદોલન કરીને ધરણા પર બેસી જશે.