- મામા ફુઈના છોકરાઓ વચ્ચે ઝગડો
- મારામારી થઇ જતા એક વૃદ્ધ સમજાવવા વચ્ચે આવ્યા
- ઝગડો ન કરવા સમજાવતા મોત નિપજ્યું
ભાવનગર : મહુવા તાલુકાના લોગડી ગામે રહેતા ભરતભાઈ વિહાભાઈ બાંભણીયાની તેની બાજુમાં રહેતા તેના મામાના દીકરા ચકુર બારીયાને ભાઇ બાજુમાં રહેતો તે ગમતું ન હતું. પોતાના મકાનમાં રહેતા હોવાથી તે ખાલી કરવાનું કહી ઝગડો કરતા મારામારી કરવા લાગ્યા હતા. તે બાબતે ભરતભાઇના કાકા મનુભાઈ માવજીભાઈ બાંભણીયા આવીને ચકુરને ઝગડો ન કરવા સમજાવ્યું તો, ચકુરે તેમને ઢીકા અને ગુપ્ત જગ્યાએ પાટુ મારતા તેઓ ગંભીરરીતે ઘાયલ થયા હતા. જેથી તેમને સારવાર માટે મહુવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.