ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના સિહોરમાં અપહરણની ઘટનામાં 15 લાખની ખંડણીની માંગ અને હત્યા - An old man was abducted and killed in Sihor

ભાવનગરના સિહોરમાં શુક્રવાર સાંજે એક વૃદ્ધનું અપહરણ કરી અપહારણકારે 15 લાખની ખંડણીની માંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને પગલે લોકોના ટોળા વૃદ્ધના ઘર પાસે જમા થઈ ગયા હતા. જ્યારે પોલીસે આ ઘટનામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે વહેલી સવારે મુસ્લિમ વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરેલો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. જ્યારે પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના સિહોરમાં અપહરણની ઘટનામાં 15 લાખની ખંડણીની માંગ અને હત્યા
ભાવનગરના સિહોરમાં અપહરણની ઘટનામાં 15 લાખની ખંડણીની માંગ અને હત્યા

By

Published : Sep 27, 2020, 5:49 AM IST

ભાવનગરઃ જિલ્લાના સિહોરમાં શુક્રવારે સાંજે કેબલ નેટવર્ક અને પાન મસાલાની દુકાન ધરાવતા રજાકભાઈ સેલોતની પુત્રી પર તેના જ પિતાના મોબાઈલમાંથી ફોન આવ્યો હતો. જેમાં કોઈ અપહારણકારે તેનું અપહરણ કરીને 15 લાખની માંગ કરી હતી. આ બનાવ અંગે ઘર, પરિવાર અને પોલીસને જાણ કરતા લોકોના ટોળા રજાકભાઈના ઘરે એકઠા થઇ ગયા હતા.

ભાવનગરના સિહોરમાં અપહરણની ઘટનામાં 15 લાખની ખંડણીની માંગ અને હત્યા

જ્યારે પોલીસે આ બનાવમાં રજાકભાઈની શોધખોળ હાથ ધરી હતી. જેમાં શનિવારે વહેલી સવારે સુરકાના દરવાજા વિસ્તારની અવાવરું જગ્યામાંથી રજાકભાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અપહરણની ઘટનામાં 15 લાખની ખંડણી અને હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે પોલીસે આ બનાવમાં ભરત કોળી નામના ઇસમની હાલ શંકાના આધારે અટકાયત કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details