ગુજરાત

gujarat

ETV Bharat / state

સખીમંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે વિના વ્યાજે 28 લાખનું ધીરાણ અપાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે રાજય સરકારની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત મહુવા તાલુકાના લોંગડી ખાતે રાજ્યના સૌપ્રથમ સખી સંઘ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે સખીમંડળની બહેનોને કુલ 28 લાખ રુપિયાનું ધીરાણ આપવામાં આવ્યું હતું.

સખીમંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે વિના વ્યાજે 28 લાખનું ધીરાણ અપાયું
સખીમંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે વિના વ્યાજે 28 લાખનું ધીરાણ અપાયું

By

Published : Mar 9, 2021, 10:48 PM IST

  • આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સરકારની આવકારદાયક પહેલ
  • મહુવાના લોંગડી ખાતે રાજયનું સૌપ્રથમ સખી સંઘ કાર્યાલય શરૂ કરાયું
  • સખીમંડળના બહેનો આત્મનિર્ભર બને તે માટે વિના વ્યાજે 28 લાખનું ધીરાણ અપાયું
    લોંગડી ખાતે રાજ્યના સૌપ્રથમ સખી સંઘ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું

ભાવનગરઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે રાજય સરકાર પુરસ્કૃત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. હેઠળની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત મહુવા તાલુકાના લોંગડી ખાતે રાજ્યના સૌપ્રથમ સખી સંઘ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય અધિકારીઓ દ્વારા 28 લાખનું સી.આઈ.એફ. અને 30 લાખનું સી.સી. ડિસર્બસમેન્ટ મળી કુલ 58 લાખની સહાય આ પ્રસંગે મંજૂર કરાઈ હતી.

આ પણ વાંચોઃ માટીના રંગબેરંગી દિવડાઓ તૈયાર કરી આત્મનિર્ભર બનતી વાસણ ગામની મહિલાઓ

મહુવાના વિવિધ સખીમંડળની 1660 મહિલા બનશે આત્મનિર્ભર

સખી સંઘ કાર્યાલય હેઠળ મહુવા તાલુકાના વિવિધ સખી મંડળોની 1660થી વધુ બહેનો જોડાઈ હતી. આ બહેનો આર્થિક રીતે પગભર બની આત્મનિર્ભર બને તે હેતુથી એન.આર.એલ.એમ. યોજના હેઠળ 28 લાખનું વિના વ્યાજનું ધીરાણ અપાયું હતું. આ ક્લસ્ટર લેવલ ફેડરેશનનું સંપૂર્ણ સંચાલન સખી મંડળની બહેનો દ્વારા જ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ હવે પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

જિલ્લા વિકાસ અધિકારીએ કરી અપીલ

આ પ્રસંગે વધુમાં વધુ બહેનોને સખી મંડળમાં જોડાવાની અપીલ કરતાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે જણાવ્યુ કે જો મહિલાઓ આત્મનિર્ભર હશે તો જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો તેઓ સરળતાથી સામનો કરી શકશે. તેમને આત્મનિર્ભર તેમજ આર્થિક રીતે સક્ષમ જોઈ આવનારી નવી પેઢીને પણ પ્રેરણા મળશે. મહિલાઓ ઓદ્યોગિક ક્ષેત્રે આગળ વધે અને પગભર બને તે હેતુથી આ ધીરાણ આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details