- રહેણાંકી મકાનમાં ફ્રીઝમાં શોર્ટસર્કિટ થવાથી લાગી હતી આગ
- આગની ઘટનામાં આસપાસની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઇ
- વૃદ્ધ મહિલાનો આબાદ બચાવ
ભાવનગરઃ શહેરમાં ક્રેસન્ટ સર્કલમાં આવેલા રહેણાંકી મકાનમાં આગ લાગી હતી. ફ્રીઝમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. આગને કારણે રસોડાની અને બાજુના રૂમમાં રહેલી ચીજ-વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી પરંતુ વૃદ્ધ મહિલાનો બચાવ થયો હતો.
ફ્રીઝમાં શોર્ટસર્કિટ થવાથી લાગી આગ
ભાવનગર શહેરમાં વૃદ્ધ મહિલાના ઘરમાં એકલા હતા, ત્યારે અચાનક રસોડામાં રહેલા ફ્રીઝમાં શોર્ટસર્કિટ થવાથી આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલાનો બચાવ થયો હતો. પરંતુ રસોડાની અને બાજુના રૂમમાં રહેલી ચીજ-વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાની સાથે ભાવનગરનું ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ બુજાવી હતી.
ભાવનગરઃ રહેણાંકી મકાનમાં આગ લાગવાથી ઘરવકરી ખાખ, વૃદ્ધ મહિલાનો બચાવ આગ લાગવાનું કારણ અને નુકશાન કેટલું અને કોનું ?ભાવનગર શહેરમાં આગ લાગવાના બનાવો બનતા રહેતા હોય છે ત્યારે ભાવનગરના ક્રેસન્ટથી હાલુંરિયા ચોક પર રસ્તા પર આવેલ મકાનમાં આગ લાગી હતી. નિતિભાઈ ડેલીવાળા આ મકનામાં ભાડા પર રહે છે અને ક્રેસન્ટમાં નાસ્તાની દુકાન ધરાવે છે નીતિનભાઈ ઘરે નોહતા ત્યારે તેમના ઘરમાં આગ લાગી હતી જેથી ફાયરે આવીને આગ બુજાવી હતી અને ઇલેક્ટ્રિક વિભાગે કનેક્શન કાપ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ ફ્રીઝમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. જેને પગલે સંપૂર્ણ રસોડું અને બાજુમાં રૂમમાં પણ આગ પ્રસરી ગઈ હતી. જો કે વૃદ્ધ મહિલા બહાર નીકળી ગયા હતા પણ આગમાં કારણે ઘરની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.