- હજીરા થી ઘોઘા આવતી રો રો ફેરીમાં એક વૃદ્ધએ દરિયામાં જંપલાવ્યું
- ઘોઘા ટર્મિનલ નજીક દરિયામાં વૃદ્ધ એ ઝંપલાવ્યું
- બટુકભાઈ વીઠ્ઠલભાઈ સુતરીયા ઉ .૬૯ નામના વૃદ્ધએ દરિયામાં ઝંપલાવ્યું
- દરિયામાં વૃદ્ધની શોધખોળ હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
- મરીન પોલીસ ઘટના સ્થળ પર જઈ તપાસ હાથ ધરી
ભાવનગર : હજીરાથી ઘોઘા તરફ આવી રહેલી રોપેક્ષ ફેરી સર્વિસમાં પ્રવાસ કરી રહેલા એક વૃદ્ધ પ્રવાસીએ ઘોઘા બંદરથી થોડે દૂર જાહજ પરથી દરિયામાં જંપલાવતા જહાજ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ મરીન પોલીસને કરવામાં આવતા મરીન પોલીસે દરિયામાં જંપલાવેલા વૃદ્ધની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો -રો રો ફેરીમાં બની દુર્ધટના ટ્રક થયો દરીયામાં ગરકાવ
રો રો ફેરી જહાજમાંથી વૃદ્ધે દરિયામાં ઝંપલાવ્યું
ઘોઘા ખાતે આવેલી રોપેક્ષ ફેરી સર્વિસ શનિવારની સવારે હજીરાથી ઘોઘા તરફ આવી રહ્યું હતું, તે સમયે ઘોઘા બંદરથી થોડે દૂર દરિયામાં જહાજ પર સવાર એક વૃદ્ધ પ્રવાસીએ અચાનક જહાજ પરથી દરિયામાં જંપલાવી આત્માહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહતી અનુસાર જહાજ પરથી કોઈ વૃદ્ધ પ્રવાસી દરિયામાં જંપલાવ્યાની જાણ જાહજ પરના સંચાલકોને થતાં સંચાલકોમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટના અંગે ઘોઘા મરીન પોલીસને જાણ કરવામાં આવતા મરીન પોલીસ દ્વારા દરિયામાં આ વૃદ્ધની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જહાજ પર વૃદ્ધની સાથે રહેલા પરિવારની પણ પૂછપરછ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે, કે દરિયામાં આ વૃદ્ધ અકસ્માતે દરિયામાં પડી ગયા કે, પછી આત્મહત્યા કરી છે આ અંગે વધુ તપાસ હાલ કરવામાં આવી રહી છે.