ગુજરાત

gujarat

ETV Bharat / state

પરીક્ષાના CCTV આવ્યા સામે, ચોરી કરતા ચકચાર,શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર

ભાવનગર યુનિવર્સીટીના એક્સ્ટર્નલ વિભાગમાં ડો, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીની પરીક્ષાનું કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં બેફામ ચોરી થયાના આક્ષેપ સાથે ભાવનગર યુનિવર્સીટીના પૂર્વ સેનેટ સભ્યે CCTV અને અન્ય વિડીયો જાહેર કરીને શિક્ષણપ્રધાનને લેવાયેલી ભાવનગર કેન્દ્રની પરીક્ષા રદ કરવા અરજી કરી છે.Baba Saheb Ambedkar Open University, Malpractice in Bhavnagar University

પરીક્ષાના CCTV આવ્યા સામે, ચોરી કરતા ચકચાર,શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર
Etv Bharatબાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની BAની પરીક્ષામાં ગેરરીતિનો આરોપ

By

Published : Sep 14, 2022, 10:20 PM IST

Updated : Sep 15, 2022, 12:27 PM IST

ભાવનગર:શહેરમાં ગત 25 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર વચ્ચે એક્સટર્નલ વિભાગમાં, ભાવનગર યુનિવર્સીટી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની,(Baba Saheb Ambedkar Open University) BA વિભાગની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાંથી ભાવનગર કેન્દ્રમાં એક્સટર્નલ વિભાગમાં, યોજાયેલી BAની પરીક્ષામાં ગેરરીતિ(Malpractice in Bhavnagar University) થઇ હોવાના આક્ષેપ સાથે પુરાવા રૂપે CCTV રજૂ કરવામાં આવ્યા છે.સુપરવાઇઝર અને સંચાલકની મદદથી, ચોરી થયું હોવાનો આક્ષેપ પુરાવા સાથે લગાવાયો છે. કેમેરામાં કાપલીઓ આપતા વિદ્યાર્થીઓને પગલે સ્પષ્ટ થતું હતું કે, કેન્દ્ર ઉપર બેફામ ચોરી થવા પામી છે.

પરીક્ષાના CCTV આવ્યા સામે, ચોરી કરતા ચકચાર,શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર

શિક્ષણપ્રધાનને લેખિત અરજી:CCTVમાં સામે આવેલા દ્રશ્યો મુજબ,પરીક્ષા રદ કરવા ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યએ આરોપ લગાવ્યો છે. કિશોર કંટારીયાએ આક્ષેપ પુરાવા સાથે શિક્ષણપ્રધાન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને, લેખિતમાં અરજી કરીને ભાવનગર કેન્દ્રની લેવાયેલી પરીક્ષા રદ કરવાની માંગણી કરી છે.CCTV ના વિડીયોને આધારે ચોરી કરાવવામાં એક્સટર્નલ વિભાગના તે સમયના રહેલા પરીક્ષા સંચાલક અને સુપરવાઇઝરની મિલીભગત હોવાનું જણાઈ રહ્યું છે જેને પગલે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કિશોર કંટારીયાએ કરી છે.

કાપલીઓ ક્યાંથી મળી:ભાવનગર એક્સ્ટર્નલ વિભાગમાં લેવાયેલી, ઓપન યુનિવર્સીટીની BA ની પરીક્ષામાં ચોરી થઈ હોવાના પુરાવા શૌચાલયોમાંથી મળ્યા હતા. ભાવનગર એક્સટર્નલ વિભાગના શૌચાલયમાં, બારીઓમાં અને જ્યાં ત્યાં ફેંકાયેલી કાપલીઓના ઢગલાઓ મળી આવ્યા છે, ત્યારે CCTV અને કાપલીઓના શૌચાલયના વિડીયો આપીને ભાવનગર યુનિવર્સીટીના પૂર્વ સેનેટ સભ્યએ, શિક્ષણપ્રધાન અને ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના તંત્રને, અરજી કરીને ભાવનગર કેન્દ્રની લેવાયેલી પરીક્ષા રદ કરવાની માંગણી કરી છે.

Last Updated : Sep 15, 2022, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details