ભાવનગર : ગુજરાતના બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ રાજકીય આક્ષેપો પ્રહારો (Alcohol Video on Social Media) વચ્ચે સોશિયલ મીડિયામાં પણ અનેક પોસ્ટ થતી હોય છે, ત્યારે ETV BHARAT પાસે પણ એક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો આવ્યો છે. આ વિડીયો કઈ તારીખનો અને કયાનો છે તેની ETV BHARAT પાસે પુષ્ટિ નથી. વિડીયોમાં વૃદ્ધ મહિલા દારૂ માટે ઘરેણાં ગીરવે મુકાવતી હોવાની કબૂલાત આપી રહી છે. આ વિડીયોમાં વૃદ્ધ મહિલા ઘરેણાં મૂકીને દારૂની લઈને (Old Lady Drunk Video) વાત કરવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
ઘરેણાં મૂકો ને દારૂ લઈ જાઓ! આ પણ વાંચો :આજની કેબિનેટમાં લમ્પી વાઈરસ, લઠ્ઠાકાંડ, PM મોદીના પ્રવાસ સહિતના મુદ્દે થશે ચર્ચા
ઘરેણાં પર દારૂ -આ વિડીયોમાં વૃદ્ધ મહિલા ઘરેણાં પર દારૂના આપવાની વાત કરી રહી છે. ગુજરાતના બોટાદના લઠ્ઠાકાંડ બાદ દારૂને લગતા કેટલાક વિડીયો વાયરલ જોવા મળે છે તો ક્યાંક રમુજી જોક્સ પણ જોવા મળતા હોય છે. જેને લઈને ETV BHARATની પાસે એક (Alcohol video in Bhavnagar) વાયરલ વિડીયો આવ્યો છે. આ વિડીયોની ETV BHARAT કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ વિડીયોમાં દારૂ એક પરિવારને કંગાળ કેવી રીતે બનાવે છે તે જરૂર સમજાય છે.
આ પણ વાંચો :PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યૂથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન
વાયરલ વીડિયોમાં ઘરેણાનો સોદો -લઠ્ઠાકાંડ બાદ પોલીસ સતર્ક બનીને ડ્રોન ઉડાડે છે અને બુટલેગરોને પકડી રહી છે, ત્યારે સોસીયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં વૃદ્ધ મહિલા બિન્દાસ દારૂનું વહેચાણ કરતી હોવાની કબૂલાત (Crime case in Bhavnagar) આપે છે અને ઘરેણાં પણ દારૂનાબદલામાં ગીરવે મુકાવ્યાની કબૂલાત આપી રહી છે. વૃદ્ધ મહિલાની ભાષા સૌરાષ્ટ્રની હોવાનું પ્રાથમિક જણાઈ રહ્યું છે. પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ETV BHARAT વિડીયોની પુષ્ટિ કરતું નથી પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે.