ભાવનગરઃ સિંહોર ખાતેની GIDC-2 માંથી દેશી દારૂની મહેફિલ માણતા 17 જેટલા ઈસમોને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડયા છે.
કોરોનાના કહેર વચ્ચે ચાલતી દારૂની મહેફીલ, 17 ઇસમોની પોલીસે કરી ધરપકડ - GIDC-2 માંથી દેશી દારૂની મહેફિલ
કોરોનાના કહેર વચ્ચે દારૂની મહેફીલ માણતા 17 ઇસમોને પોલીસે પકડી પાડ્યાં છે. જેમને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોરોનાના કહેર વચ્ચે ચાલતી દારૂની મહેફીલ, 17 ઇસમોને પોલીસે પકડી પાડ્યાં
કોરોનાના કહેર વચ્ચે પોલીસને મળેલી બાતમીના આધારે નાયબ કલેક્ટરની ટીમ અને પોલીસની સંયુક્ત દરોડામાં 17 જેટલા લોકોને દેશી દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડી પોલીસ મથકે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ પોલીસ અને તંત્ર કોરોના સંક્રમણને ડામવામાં વ્યસ્ત છે, ત્યારે દેશી દારૂની આ મહેફિલ કેટલી યોગ્ય તે વિચારવું રહ્યું.