ભાવનગરના અલંગમાં મજૂરોની (Alang news) સુરક્ષાના પગલે પ્લોટમાં ક્યાંકને ક્યાંક ખામીઓ હોવાના ઈશારા થઈ રહ્યા છે. અલંગમાં સોસિયાના પ્લોટમાં મજૂર જહાજ (Death by falling from ship) ઉપરથી પટકાતા મૃત્યુ થયું હતું. પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ નથી. વર્કર્સ યુનિયન ઘટનાને પગલે રોષ ઠાલવી રહ્યું છે.
આ પણ વાંચો JNU ફરી વિવાદમાં, પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ સામે નોંધાશે રાજદ્રોહનો કેસ
સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડભાવનગર જિલ્લાનું અલંગ એશિયાનું સૌથી મોટું શિપબ્રેકીંગ (Alang worker died due to fallen from ship) યાર્ડ છે. ત્યારે પરપ્રાંતીય હજારો લોકો મજૂરી કરીને રોજી રોટી મેળવે છે. ત્યારે મજૂરોની સુરક્ષાનો હંમેશા સવાલ ઉઠે છે પણ આમ છતા બને છે મૃત્યુની ઘટનાઓ. મજૂરનું જહાજ ઉપરથી નીચે પટકાતા મોત થયું છે. અને વર્કર્સ એસોસિયેશને સવાલો ઉભા કરી દીધા છે.
મજૂર મોતભાવનગરના અલંગમાં 10 તારીખના સવાર ઉત્તરપ્રદેશના સંતકબીરનગરના રેહવાસી (Alang worker died due to fallen from) રમેશ યાદવની છેલ્લી સવાર હતા. અલંગ સોસિયા શિપબ્રેકિંગ યાર્ડ વર્કર્સ યુનિયનના સેક્રેટરી (Alang worker died due to fallen from ship) સંજયસિંગએ જણાવ્યું હતું કે 10 તારીખે સવારે સોશિયાના પ્લોટ નમ્બર V-5માં રમેશ યાદવ જહાજ ઉપરથી નીચે પટકાતા તેનું મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્લોટમાં સેફટી સુપરવાઈઝર નોહતા અને ઇજા પામેલા મૃતક રમેશ યાદવને ખાનગી છકરડામાં હોસ્પિટલ (Bhavnagar Hospital) લઈ જવાયો હતો. જો કે રમેશ યાદવનું મૃત્યુ નીપજ્યું હતું.