ગુજરાત

gujarat

ETV Bharat / state

અલંગ આવેલા રશિયન જહાજના સભ્યોને ભાવનગરમાં ક્વોરેન્ટાઈન કરાયા - ભાવનગર કોરોના સમાચાર

ભાવનગરના અલંગમાં રશિયાનું શિપ ભંગાવા માટે આવ્યું હતું. ભાંગવા આવેલા જહાજને મંજૂરી અપાયા બાદ લાંગરવા દેવામાં આવ્યું હતું. પરંતુ જહાજના 11 ક્રુ મેમ્બરને કોરોના મહામારી વચ્ચે તંત્રએ ભાવનગરની વ્હાઈટ રોઝ હોટલમાં રાખ્યા છે, જે દરેકનું સ્ક્રીનીંગ કર્યા બાદ હાલ તેઓ ક્વોરેન્ટાઈન છે.

alang-placed-of-russian-ship-members-quarantine-
અલંગમાં આવેલા રશિયન જહાજના સભ્યોને ભાવનગરમાં રાખ્યા ક્વોરોન્ટાઈન

By

Published : Apr 20, 2020, 9:07 PM IST

ભાવનગરઃ ભાવનગરના અલંગમાં રશિયાનું શિપ ભંગાવા માટે આવ્યું હતું. ભાંગવા આવેલા જહાજને મંજૂરી અપાયા બાદ લાંગરવા દેવામાં આવ્યું હતું. પરંતુ જહાજના 11 ક્રુ મેમ્બરને કોરોના મહામારી વચ્ચે તંત્રએ ભાવનગરની વ્હાઈટ રોઝ હોટલમાં રાખ્યા છે, જે દરેકનું સ્ક્રીનીંગ કર્યા બાદ હાલ તેઓ ક્વોરેન્ટાઈન છે.

રશિયન જહાજના સભ્યોને ભાવનગરમાં રાખ્યા ક્વોરોન્ટાઈન

અલંગ ખાતે રશિયાનું શિપ ભંગાવા માટે આવ્યું હતું. પરંતુ કોરોના મહામારીના લીધે જીએમબી દ્વારા સરકારના પરિપત્ર મુજબ જહાજમાં રહેલા 11 ક્રુ મેમ્બરને શહેરમાં પ્રવેશ આપ્યો ન હતો. ત્યાર બાદ ક્રુ મેમ્બરો પાણી તેમજ પ્રાથમિક જરૂરીયાતોની અગવડ ઉભી થતા, રશિયન એમ્બેસી દ્વારા હસ્તક્ષેપ બાદ અંતે તેમને સરકારે પરવાનગી આપી હતી. તેના પછી ક્રુ મેમ્બરને શહેરની હોટલ ‘વાઇટ રોઝ’માં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી. હાલ, સ્વાસ્થય વિભાગ દ્વારા સ્ક્રનિંગ કરીને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

જહાજના સભ્યોને અમદાવાદ અથવા મુંબઈથી ખાસ વિમાન મારફતે રશિયા મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ જહાજ અલંગના 107 નંબરના પ્લોટ ધારક ‘યુનિક શિપબ્રેકર્સ’ એ ખરીદ્યું છે.

ABOUT THE AUTHOR

...view details