ભાવનગર : એશિયાના સૌથી મોટા શિપયાર્ડ અલંગમાં પણ નિસર્ગ વાવાઝોડાને પગલે ભારે વરસાદની આગાહીને પગલે જહાજ કટિંગની કામગીરી હાલ બંધ કરી દેવામાં આવી છે.
નિસર્ગ વાવાઝોડાને કારણે અલંગ ઉદ્યોગ સંપૂર્ણ બંધ
નિસર્ગ વાવાઝોડાની ભાવનગર દરિયાકાંઠા પરની સંભવિત અસરથી ભારે વરસાદની આગાહીને પગલે અલંગ શિપયાર્ડમાં જહાજ કટિંગની કામગીરી બંધ કરવામાં આવી છે. તમામ પ્લોટમાં કામગીરી બંધ કરાવી તમામ મજૂરોને તેમની ખોલી (કાચા મકાન)માં રહેવાના બદલે લેબર કોલોનીમાં આશ્રય આપવામા આવ્યો હતો.
નિસર્ગને કારણે અલંગ ઉદ્યોગ બંધ
કોરોના મહામારીને લઈ મોટી સંખ્યામાં મજૂરો તેમના વતન રવાના થઈ ગયા છે. ત્યારે જે મજૂરો હાલ અલંગમાં કામ કરી રહ્યા છે, તે તમામને કામ બંધ કરાવી પોતાના ખોલી(કાચા મકાન) ને બદલે લેબર કોલોનીમાં રહેવા જણાવ્યું હતું. જ્યારે તમામ મજૂરો પણ હાલ લેબર કોલોનીમાં પહોંચ્યા હતા.