ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકારના શીપીંગના નવા કાયદાને અલંગ એસોસિયેશને આવકાર્યો - અલંગ ઉદ્યોગ ઘણા સમયથી મંદીના માહોલમાં

ભાવનગરઃ અલંગ ઉદ્યોગ ઘણા સમયથી મંદીના માહોલમાં ચાલી રહ્યો છે. હજારો કામદારો અહિયાં અન્ય રાજ્યમાંથી મજુરી માટે આવે છે ત્યારે કેન્દ્ર સરકારના રીસાયકલીંગ ઓફ શીપબીલ-૨૦૧૯ને મંજુરી મળતા એસોસિયેશને કહ્યું કે હવે વિકાસ થશે.

Alang Association
અલંગ શીપીંગ એસોસિયેશન

By

Published : Dec 11, 2019, 3:31 AM IST

ભાવનગર અલંગ શીપ બ્રેકીંગ ઉદ્યોગને પગલે કેન્દ્ર સરકારે રીસાયકલીંગ ઓફ શીપબીલ-૨૦૧૯ને પસાર કરતા ભાવનગર શીપ બ્રેકીંગ ઉદ્યોગમાં આનંદ છવાઈ ગયો છે. યુરોપના દેશોનો નોહ્તો મળતો વ્યાપાર હવે અલંગને મળી શકશે કારણ કે રીસાયકલીંગ ઓફ શીપબીલ હેઠળ અલંગમાં દરેક પ્લોટ ઇન્ટરનેશનલ કક્ષામાં આવશે અને યુરોપના જહાજો હવે ચાઈના કે બાંગ્લાદેશના બદલે ભારત તરફ વળશે અને અલંગ ઉદ્યોગને નવી દિશા તરફ લઇ જશે.

ભાવનગર અલંગ શીપ બ્રેકીંગ ઉદ્યોગ છેલ્લા ઘણા વર્ષોથી મંદીના માહોલમાં છે 20 થી 25 જહાજ સુધી આવી ગયેલા આંકડા બાદ ઉદ્યોગ બંધ થવાની દહેસત સતાવી રહી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકારે રીસાયકલીંગ ઓફ શીપબીલ-૨૦૧૯ લાવીને દરેક પ્લોટ અલંગમાં ઇન્ટરનેશનલ કક્ષાના બનશે જેથી જે સુવિધાઓ જોઈએ અને વર્કરોની સુરક્ષા જોઈએ તે બધું ઉપલબ્ધ કરવું પડશે. રીસાયકલીંગ ઓફ શીપબીલ-૨૦૧૯ પહેલા સુવિધાઓ નહી હોવાથી યુરોપના જહાજો બાંગ્લાદેશ અને ચાઈના તરફ વળી જતા હતા તેથી અલંગ ઉદ્યોગ મંદ ચાલતો હતો. હવે નવા બીલને પગલે નવા જહાજો આવશે અને તેજી પણ વધશે. જો કે કેટલીક નાની મોટી અડચણો માટે કેન્દ્ર સરકારે દરવાજા ખુલ્લા રાખ્યા છે અને સરકારે ગમે તેમ શીપ્બ્રેકારોની મુશ્કેલીનો હલ લાવવાનું આશ્વાસન આપ્યું છે.

અલંગ શીપીંગ એસોસિયેશન

અલંગ રીસાઈક્લીંગ શીપીંગ એસોસિયેશને મંગળવારે કેન્દ્ર સરકારના કાયદાને આવકાર્યો હતો અને મોદી તેમજ મનસુખ માંડવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. ફટાકડા ફોડીને શીપબ્રેકરોએ ઉજવણી કરી હતી પરંતુ સવાલ હજુ ત્યાં આવીને ઉભો છે કે વર્કરોના રહેઠાણનું વર્ષોથી ચાલતો આવતો મુદ્દો આખરે ક્યાં ગયો અને ઝેરી કેમિકલ વર્ષો સુધી નાશ થતો નથી તેવા જહાજો માટે શું નિર્ણયો થયા તેમજ આરોગ્યને પગલે એઇડ્સનું પ્રમાણ વધુ અલંગમાં હોઇ તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવી ? આવા સવાલો હજુ ઉભા છે ત્યારે નવા બીલ સાથે શું અલંગનો વિકાસ થશે ? કે વર્કરોના પ્રશ્નો ઉભાને ઉભા રહેશે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details