અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાએ પાંચ યોગ, આંખો બંધ કરી થાય શુભ કાર્યો આ દિવસે ભાવનગર: અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા એક એવો દિવસ જેમાં પંચાંગ જોવાની કે દિન શુદ્ધિની પણ આવશ્યકતા રહેતી નથી. અખાત્રીજના દિવસે આંખો બંધ કરીને શુભ કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાએ દરેક શુભ કાર્ય કરવા માટે કોઈ મુહૂર્ત જોવાનું રહેતું નથી.
યોગનું નિર્માણ:લોક-વાયકામાં અક્ષય તૃતીયાનું મહત્વ કેટલું અને કેટલા યોગ ભારતીય ઋષિઓ કાલગણના આધાર ઉપર જે સાડા ત્રણ અજય મુહૂર્ત આપ્યા છે. તેમાં અખાત્રીજનો સમાવેશ કર્યો છે. વસંત પંચમી, અખાત્રીજ, દશેરા અને ધનતેરસ આ ચાર દિવસોમાં દિન શુદ્ધિની આવશ્યકતા રહેતી નથી. પંચાંગ જોવાની પણ જરૂર નથી. એમ સ્પષ્ટ પણે શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં દશેરા મધ્યાહન કાળ સુધી હોવાથી તેને સાડા ત્રણ મુહૂર્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Akshaya Tritiya 2023: અખાત્રીજના દિવસે આ રીતે કરો પૂજા, થશે તમામ મનોકામનાઓ પૂરી
સૌભાગ્ય યોગનું નિર્માણ:કાલગણનાના આ દિવસે ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો. તેથી આ દિવસને યુગાદી તિથિ પણ કહેવાય છે. મુહૂર્ત શાસ્ત્ર અનુસાર આ સ્વયંસિદ્ધ દિન છે. સર્વ પ્રકારના અશુભ યોગો આ દિવસે નિર્બળ બને છે. ચાર ધામોમાં એક ભગવાન બદ્રીનાથના દર્શન પણ આજથી આરંભાય છે. વૈશાખ શુક્લ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા તરીકે કહેવામાં આવે છે. અખાત્રીજના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ,ત્રિપુષ્કર યોગ,આયુષ્યમાન યોગ અને સૌભાગ્ય યોગનું નિર્માણ થાય છે.
પારણા રવિવારે: આ વર્ષે વૈશાખ સુદ બીજ શનિવાર તારીખ 22 માર્ચ 2023ના દિવસે સવારે 7:50 સુધી જ છે. ત્યારબાદ ત્રીજ શરૂ થાય છે. ત્રીજ તિથિ રવિવારે સવારે 7:48 સુધી છે. પછી ચતુર્થી તિથિ શરૂ થાય છે. આથી શનિવારના દિવસે આખો દિવસ ત્રીજ તિથિ હોવાથી અખાત્રીજ વૈશાખ સુદ બીજ શનિવાર તારીખ 22 માર્ચ 2023 ના દિવસે કરવાની રહેશે. રવિવારે પણ સૂર્યોદય સમયે ત્રીજ તિથિ અને રોહિણી નક્ષત્ર હોવાથી જૈનોના વર્ષીતપના પારણા રવિવારે થશે. વૈશાખ સુદ બીજ શનિવાર તારીખ 22 માર્ચ 2023 સવારે 08.00 થી 09.30બપોરે 12.30 થી 05.30સાંજે 06.30 થી 08.00રાત્રે 09.30 થી 12.30 અખાત્રીજના દિવસના શુભ ચોઘડિયા છે.
આ પણ વાંચોઃLove Horoscope : આજે આ રાશિના જાતકોએ જીવનસાથી સાથે બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળવું જોઈએ
શુભ કાર્ય અને ખરીદી: અક્ષય શબ્દનો અર્થ એટલે જેનો કદી ક્ષય ન થાય એવો છે. અર્થાત જે સદા કાળ રહે છે. હંમેશા સ્થાયી રહે છે તે અક્ષય છે. અક્ષય તૃતીયાના દિવસે કરેલી ઇષ્ટદેવની ભક્તિથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ વસંત પંચમી અને અખાત્રીજ એ બે દિવસોમાં કોઈપણ પ્રકારના મુહૂર્ત જોયા વગર લગ્ન કે વિશાળ થઈ શકે છે. આથી જ આપણા સમાજમાં સમૂહ લગ્ન મોટાભાગે આ બે દિવસોમાં જ આયોજિત થાય છે. આ દિવસે કિંમતી ચીજ વસ્તુઓની ખરીદી પણ કરી શકાય છે. વાહન, સોનુ, ચાંદી, દાગીના, આભૂષણ, હીરા જવેરાત ની ખરીદી પણ આ દિવસે શ્રેષ્ઠ માનવામાં આવે છે.