ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhavnagar Scam: આધારકાર્ડ કૌભાંડ મામલે 25 આધારકેન્દ્રો પર GSTના દરોડા, મોટા ખુલાસાની શક્યતા

ભાવનગરમાં આધારકાર્ડ કૌભાંડ મામલે અમદાવાદની જીએસટીની ટીમે શહેરભરમાં આવેલા આધારકેન્દ્રો પર તપાસ કરી હતી. ત્યારે હવે આ મામલે મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.

Bhavnagar Scam: આધારકાર્ડ કૌભાંડ મામલે 25 આધારકેન્દ્રો પર GSTના દરોડા, મોટા ખુલાસાની શક્યતા
Bhavnagar Scam: આધારકાર્ડ કૌભાંડ મામલે 25 આધારકેન્દ્રો પર GSTના દરોડા, મોટા ખુલાસાની શક્યતા

By

Published : Feb 24, 2023, 8:42 PM IST

ભાવનગરઃજિલ્લાના પાલીતાણામાં થયેલી આધાર કાર્ડ મોબાઈલ નંબર બદલવાની છેતરપિંડી ફરિયાદ આઈજી કચેરીની સાઈબર ક્રાઈમને સોંપવામાં આવી છે. સાથે જ 10ની અટકાયત બાદ સ્ટેટ GST બોગસ બિલિંગના પગલે જાગી હતી. એક તરફ ભાવનગર બોગસ બિલિંગનું હબ છે. આવામાં આધારકાર્ડ જેવા દસ્તાવેજના ચેડાંમાં સ્ટેટ GSTએ ભાવનગર તપાસ કરી છે. જોકે, 25 આધારકેન્દ્રો પર તપાસમાં મસમોટો ખૂલાસો થવાની શક્યતાઓ રહી છે.

આ પણ વાંચોઃVadodara Power Theft : વીજ વાયરમાં લંગર નાખી વીજચોરી કરતા લોકો સામે આંખ લાલ

મોબાઈલ નંબર બદલીને થતી છેતરપિંડીઃભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલીને છેતરપિંડી ફરિયાદ બાદ સાઈબર સેલ તપાસ કરી રહ્યું છે. જોકે, સાઈબર સેલે 10ની અટકાયત કર્યા બાદ GST અમદાવાદ ટીમે અચાનક ભાવનગર સહુત રાજ્યમાં આધારકાર્ડ સેન્ટરમાં તપાસ હાથ ધરી હતી.

GST સ્ટેટની તપાસ આ ફરિયાદથી કહી શકાયઃપાલીતાણા ટાઉનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પાલીતાણામાં ટાઉન પોલીસ સ્ટેશને ગોપનીય ફરિયાદ રાખીને IG કચેરી નીચે આવતી સાઈબર ક્રાઈમને કેસ સોંપ્યો હતો. ભાવનગર સાયબર ક્રાઈમ રોજ ધરપકડ કરી રહી છે. સાયબર ક્રાઈમે આધારકાર્ડ, મોબાઈલ નંબર બદલીને છેતરપિંડી કરતી ટોળકી ઝડપી લીધી હતી. સાઈબર ક્રાઇમે ભાવનગર પાલીતાણા સહિત 10ને ઉઠાવી લીધા હતા અને વધુની અટકાયતની સંભાવનાઓ છે.

સાયબર ક્રાઈમ બાદ સ્ટેટ GST એક્શનમાંઃજિલ્લામાં સાઈબર ક્રાઈમના હાથે આધારકાર્ડમાં પકડાયેલા 10 શખ્સો બાદ સ્ટેટ GSTએ એક દિવસ પૂર્વે ભાવનગર શહેરમાં 15 અને જિલ્લાના મળીને 25 આધારકેન્દ્રો ઉપર તપાસ ચલાવી હતી. જોકે, ભાવનગર GST અધિકારી ધર્મજિત યાજ્ઞિકે જણાવ્યું હતું કે, અમદાવાદ GST ટીમ તપાસમાં આવી હતી માટે સંપૂર્ણ માહિતીઓ અમદાવાદથી પ્રાપ્ત થશે.

નવા કૌભાંડની શક્યતાઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટોળકી અશિક્ષિત લોકોના દસ્તાવેજો એકઠા કરતી હતી અને પ્રાપ્ત થતા આધારકાર્ડમાં નંબર બદલતી હોવાની માહિતી જાણવા મળી હતી. જોકે, અશિક્ષિત લોકોને લોભ અને લાલચ આપીને આધાર કેન્દ્ર પર લાવીને તેમના ફિંગર પ્રિન્ટ, ફોટો વગેરેના આધારે નવો મોબાઈલ નંબર એક્ટિવેટ કરાતો હતો. આમ, દેશવ્યાપી ખોટા દસ્તાવેજોનું નવા કૌભાંડની શક્યતાઓ રહી છે.

અંદાજે કેટલા આધાર અને કેન્દ્રો કેટલાઃભાવનગર સ્થાનિક GST વિભાગ અમદાવાદની ટીમ તપાસમાં આવતા સ્તબ્ધ છે. જોકે, અમદાવાદ GST અધિકારી જે. સી. કાવતકર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને હેડ ઑફિસની મંજૂરી બાદ માહિતી આપી શકાશે તેમ જણાવ્યું હતું. જો પ્રેસ નોટ જાહેર કરાશે તો તમારી GST કચેરી દ્વારા જાહેર કરવામાં આવશે. જોકે, અમદાવાદની ટીમે ભાવનગરમાં 10 કેન્દ્ર પર 2,000થી વધુ ખોટા નંબર ઉપયોગ કરાયાની આશંકા રહી છે. GSTએ સૂત્રોના જણાવ્યા મુજબ, ખોટા બોગસ બીલિંગમાં ખોટ દસ્તાવેજમાં આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ થતો હોવાથી આધારકેન્દ્રોમાં તપાસ કરી છે. શહેરના 15 પૈકી 10 શંકાના પરીઘમાં છે.

આ પણ વાંચોઃVadodara Crime News : ફિર હેરાફેરી, વાઘોડિયામાં સ્ટેટ વિજિલન્સે વિદેશી દારૂ સાથે 2ને પકડ્યા

શું છે આધાર કાર્ડનો મામલોઃશહેરમાં સાઈબર ક્રાઈમ IG કચેરી નીચેની તપાસ ચલાવી રહી છે. સાઈબર ક્રાઇમે 10ની અટકાયત કરી છે. તપાસમાં સાયબર ક્રાઈમને 500 આધારકાર્ડની સંભાવનાઓ વર્તાઈ છે. આધારકાર્ડમાં નંબર બદલવામાં આધારકાર્ડ કેન્દ્રનો કર્મચારી સામેલ હોય તો જ બની શકે છે. ખાનગી એજન્સીઓ પાસેથી ડિલરશીપ લીધા બાદ આધારકેન્દ્ર સેન્ટરો મારફત કૌભાંડ આચરાયું છે. સમગ્ર કૌભાંડમાં આધારકાર્ડ કાંડ રાજ્ય કે રાષ્ટ્રવ્યાપી હોવાની આશંકા છે. હાલ, તો તપાસ ચલાવતી કચેરીઓ છાના ખૂણે સંડોવાયેલાઓને ઝડપવામાં લાગી છેઃ

ABOUT THE AUTHOR

...view details