ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર ગ્રામ્ય બાદ શહેરમાં તીડનું ટોળું ઉમટ્યું, લોકોએ થાળી વગાડી તીડ ભગાડ્યા - latest news of bhavnagar

ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે તીડ વલ્ભીપુર, ઉમરાળા સહિતના પંથકમાં આક્રમણ કરતા રવિ પાકમાં નુકસાનનો ભય વધી ગયો હતો, ત્યારે ભાવનગર શહેરમાં પ્રવેશ થતા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તીડ આકાશમાં ઉડતા અને વૃક્ષો પર આક્રમણ કરતા લોકોમાં હોહાપો મચ્યો હતો.

Locust invasion in Bhavnagar
ભાવનગરમાં તીડનું આક્રમણ

By

Published : May 23, 2020, 12:52 PM IST

ભાવનગરઃ જિલ્લામાં ગઈકાલે વલભીપુર ઉમરાળા સુધી તીડનો આંતક હતો તે શનિવારે શહેરમાં પ્રવેશી ગયો છે. ભાવનગરના નારી ચોકડીથી અને ફુલસર જેવા બાહ્ય વિસ્તારમાંથી હવે તીડના ટોળા શહેરમાં પ્રવેશી ગયા છે. લોકોમાં તીડને લઈને અનેક ચર્ચાઓ થઇ રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે, ફુલસર, ઇસ્કોન, કાળીયાબીડ, બોરતળાવ, કુમુદવાડી, હાદાનગર સહીતના વિસ્તારોમાં આકાશોમાં તીડ ઉડી રહ્યા છે અને વૃક્ષો પર બેસતાની સાથે લોકોને વૃક્ષોના પતનનો ડર પણ લાગી ગયો છે. કેટલાક વિસ્તારમાં લોકોએ થાળીઓ વગાડીને તીડને ભગાડ્યા છે.

ગ્રામ્ય બાદ શહેરમાં તીડનું ટોળું ઉમટયું લોકોએ થાળી વગાડી ભગાડ્યા
થોડા સમય પહેલા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તીડ ઉડાડવા માટે ગુજરાતમાં ગયા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે શનિવારના રોજ તીડ ભાવનગરમાં આવી પહોંચતા અનેક તર્કવિતર્ક પણ થઈ રહ્યા છે. જો કે પ્રદેશ પ્રમુખના મત વિસ્તારથી તીડનું આક્રમણ શહેરમાં પણ શરુ થયું છે, ત્યારે કલેકટર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દવા છંટકાવનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પણ હવે શહેરમાં તીડના પ્રવેશથી તંત્ર કેવી રીતે તેને હટાવશે તે પણ પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે, ફરી એક વખત 25 માર્ચ પછી લોકોને થાળી હવે તીડ ભગાડવા માટે વગાડવી પડશે તેવી ચર્ચા પણ લોકોમાં થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details