ભાવનગર: શહેરમાં બોગસ બીલિંગમાં અનેક ઝડપાયા ચર્સ ત્યારે મહારાષ્ટ્રથી આવેલી વિગત મુજબ CGST ટીમ નવાપરા વિસ્તારના Attack on CGST team in Bhavnagar)ફ્લેટમાં તપાસ અર્થે જતા તેમના પર હુમલો (Attack on CGST officer )થયો હતો. હુમલાને પગલે CGST ટીમે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે દરેક શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. આ બાદ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃBogus billing scam: રાજકોટમાંથી રૂ.115 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું
શું બન્યો હતો બનાવ CGST ટીમ સાથે -ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલા મહેક એપાર્ટમેન્ટમાં ફ્લેટ નમ્બર 321 માં CGST ટીમને મહારાષ્ટ્રથી આવેલી ખબર મુજબ તપાસ કરવાની (bogus billing scam )હતી. ગત બુધવારે CGST ના સુપ્રીટેન્ડન્ટ સહિતના સ્ટાફ તપાસમાં ગયો હતો. ફ્લેટના માલિક નામચીન વલી હાલારી અને તેના સાત સાથીદારોએ બોલાચાલી કરીને હુમલો કર્યો હતો. આથી CGST ટીમે બાદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આઠ શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરવા શોધખોળ હાધ ધરવામાં આવી હતી. આ બાદ પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા છે.