- પાલીતાણામાં કોરોનાને નાથવા માસ્ક ડ્રાઈવ સહિતની કામગીરી કરાઈ
- સરકારી કચેરીઓમાં લોકોને યાદ કરાવવામાં આવી કોરોના ગાઈડલાઈન
- સરકારી કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સના લોકોએ ઊડાવ્યા ધજાગરા
ભાવનગરઃ ભાવનગરના પાલીતાણામાં વહિવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માસ્ક ડ્રાઈવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી કચેરીઓમાં હાલ ભારે ભીડ જોવા મળી રહી છે, જેમાં લોકો ખૂલ્લેઆમ કોરોનાના નિયમોનું ભંગ કરી રહ્યા છે. અહીં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. આમ, છતાં આ જગ્યા પર તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાના નિયમોનું પાલન ન કરતા લોકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી રહી છે.