- ભાવનગરમાં કોંગ્રેસ CPIના વિરોધ બાદ અટકાયત
- બંધને ગ્રામ્ય વિસ્તારમાં સફળતા પ્રાપ્ત થઈ
- CPIનો વિરોધ બાદ દરેક નેતા કાર્યકારની અટકાયત
ભાવનગરઃશહેરના ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસ CPIનો વિરોધ અને પ્રદર્શન બાદ પોલીસએ દરેક નેતા કાર્યકારની અટકાયત કરી હતી. યાર્ડમાં પણ બંધ જોવા મળ્યું હતુ. તો જિલ્લામાં પણ સારો એવો પ્રતિસાદ જોવા મળ્યો છે, ત્યારે બંધને ગ્રામ્ય વિસ્તારમાં સફળતા પ્રાપ્ત થઈ છે. ભાવનગરમાં ભારત બંધને સમર્થન આપવા માટે શહેરના ઘોઘાગેટ સાજોકમાં કોંગ્રેસના નેતાઓ એકઠા થયા હતા. પોલીસ ગોઠવાઈ ગઈ હતી અને બજાર તરફ પ્રયાણ કરે તે પહેલાં અટકાયત કરાઈ હતી.
ભાવનગરમાં કોંગ્રેસ CPIનો વિરોધ બાદ કાર્યકારોની અટકાયત કરાઇ કોંગ્રેસ CPIનો વિરોધ
ભાવનગરમાં ભારત બંધને કોંગ્રેસ CPI દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે, ત્યારે ઘોઘાગેટ ચોકમાં કોંગ્રેસ અને CPI દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં CPI અને કોંગ્રેસ વિરોધ કરવા પહોંચી હતી અને સૂત્રોચ્ચાર પૂર્ણ કરતાની સાથે પોલીસે બજાર તરફ પ્રયાણ કરે તે પહેલાં અટકાયત કરી હતી.
ભાવનગરમાં કોંગ્રેસ CPIનો વિરોધ બાદ કાર્યકારોની અટકાયત કરાઇ ભાવનગરની બજાર પર અસર
ભારત બંધ એલાનની ભાવનગર શહેરની મુખ્ય બજાર પર અસર જોવા મળી નથી તો મોટા ભાગે વેપારીઓએ દુકાનો ખોલી નાખી હતી. બંધને સમર્થન મુખ્ય બજારમાં જોવા મળ્યું નથી પણ માર્કેટિંગ યાર્ડ અને બાહ્ય વિસ્તારમાં પ્રતિસાદ મળ્યું હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા જોર તો કરવામાં આવ્યું પણ બંધને સફળતા મળી નથી.