ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુવા સ્ટેશન રોડ પર એક્ટિવા ચાલકને ટ્રકે અડફેટે લેતા મોત - Pratik Jagad

મહુવા સ્ટેશન રોડ પર અમર વે-બ્રિજ સામે ટ્રકની અડફેટે આવતા એક એક્ટિવા ચાલકનું મોત થયું છે. જ્યારે ટ્રકચાલક ટ્રક લઈને પલાયન થઇ ગયો છે.

પ્રતીક જગડ
પ્રતીક જગડ

By

Published : Feb 7, 2021, 7:46 PM IST

  • મહુવાના સ્ટેશન રોડ ઉપર એક્ટિવા ચાલકનું મોત
  • ટ્રકના પાછળના વિલમાં આવી જતા મોત
  • પિતાજી મહુવા કોલેજમાં પ્રોફેસર હતા

ભાવનગર : મહુવાના સ્ટેશન રોડ ઉપર અમર વે-બ્રિજની સામે નેસવડ ચોકડી તરફથી એક્ટિવા લઈને આવતા હતા. બાજુમાંથી ટ્રક પસાર થતા ટ્રકના પાછળના વિલમાં આવી જતા એક્ટિવા ચાલક પ્રતીક દીપકભાઈ જગડનું ઉ.વ.35નું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક ટ્રક લઈને ભાગી ગયો હતો.

પ્રતીક જગડ બિઝનેસમેન હતા

પ્રતીક જગડને એક એજન્સી હતી અને તેમનો કન્ટ્રક્શનનો પણ ધંધો હતો. તેમના પિતાજી મહુવા કોલેજમાં પ્રોફેસર હતા. તેમની નામના વ્યક્તિ તરીકે સારી હતી.

નાસી ગયેલા ટ્રક ચાલકને CCTV ફૂટેજને આધારે શોધખોળ શરુ

પ્રતીક જગડના પરિવારમાં તેમની પત્ની, બે બાળા તેમજ એક નાનો ભાઈ અને માતા છે. તેમના મૃત્યુથી તેમના પરિવાર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. નાસી ગયેલા ટ્રકચાલકને પકડવા માટે CCTV ફૂટેજને આધારે શોધખોળ શરૂ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details