- હાથબ ગામે થયેલી હત્યા અંગે કોર્ટમાં આવ્યો ચુકાદો
- હત્યાના આરોપીને આજીવન કેદની સજા
- ભાવનગર ડ્રીસ્ટ્રીક કોર્ટમાં ચાલ્યો હતો કેસ
ભાવનગરઃ હાથબ ગામે ત્રણ વર્ષ પૂર્વે જમીન બાબતે પારિવારિક ઝઘડામાં પરિવારના સભ્યને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરનાર મુખ્ય આરોપીને ભાવનગર ડ્રીસ્ટ્રીક કોર્ટ દ્વારા આજીવન કેદ ની સજા ફટકારવામાં આવી હતી. તેમજ અન્ય બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સામા પક્ષે બે આરોપીને છ માસની સજા ફટકારવામાં આવી હતી.
પારિવારિક ઝઘડામાં પરિવારના સભ્યની હત્યા
ભાવનગર જીલ્લાના કોળીયાક ખાતે આવેલા હાથબ ગામે રહેતા અને મૃતકના કાકા અને ફરીયાદી નરશીભાઈ ગોહિલ કે જેઓ ત્રણ વર્ષ અગાઉ હાથબ ગામે પોતાની દુકાને બેઠા હતા. તે સમયે કેવડિયા વાડી વિસ્તારમાં રહેતા વનરાજ ગોહેલે આવી જણાવ્યું હતું કે તારા બાપુજીએ જાદવભાઈ પાસે જે જમીન ગીરવે મુકેલ છે તે તારી જમીન હવે નથી. ત્યારબાદ આ વાતની જાણ તેઓએ તેમના પિતાને કરતા તેઓ વનરાજ ગોહેલને કેવડીયા વિસ્તારમાં આવેલા વાડીએ સમજાવવા ગયા હતાં. ત્યાં બંને વચ્ચે સમજાવટ દરમ્યાન ઉગ્ર બોલાચાલી થતા વનરાજ ગોહેલે અશોક ગોહેલે ફોન કરતા અશોક પોતાની સાથે તીક્ષ્ણ હથિયાર લઇ ત્યાં વાડીએ પહોંચ્યો હતો.
ભાવનગરના હાથબ ગામે ત્રણ વર્ષ પૂર્વે જમીન બાબતે થયેલી હત્યાના આરોપીને આજીવન કેદ આરોપીને આજીવન કેદની સજા
આ દરમિયાન મૃતક નાનજીભાઈ ગોહિલને પડખાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી ફરાર થઈ ગયા હતા. ત્યાબાદ પરિવારના અન્ય સભ્યો ત્યાં આવી ગયા અને નાનજીભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા જયાં તેમનું મોત થયું હતું. આ મામલે હત્યાનો ગુનો નોંધાતા પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે 4 જાન્યુઆરી 2021 ના રોજ ભાવનગર ડ્રીસ્ટ્રીક કોર્ટમાં કેસ ચાલી જતા ફરીયાદી તેમજ પરિજનો તેમજ વકીલ દ્વારા કરવામાં આવેલા દાવાઓ તેમજ પુરાવાઓ સાબિત થતા નાનજીભાઈ ગોહિલની હત્યાના ગુનામાં મુખ્ય આરોપીને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા તેમજ અન્ય બે મહિલા સહિત પાંચ અન્ય વ્યક્તિઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
આ ઉપરાંત હત્યાના બનાવમાં સામાપક્ષે મેપાભાઇ ઉકાભાઇ ગોહેલે નોંધાવેલી ફરિયાદમાં ગત તા.21/5/2018 ના રોજ તેમના ગામના ચોરે માતાજીના માંડવામાં તેઓ ગયા હતા. અને બપોરના સુમારે ઘરે પરત આવતા હતા. ત્યારે આરોપીઓ ગોહેલ રાઘવ બચુભાઇ, ગોહેલ નરશી રાઘવભાઇ, ગોહેલ રમેશ બચુભાઇ, ગોહેલ ભગત બચુભાઇ, ગોહેલ પ્રેમજી ભુથાભાઇ ગોહેલ નાનીબેન રમેશભાઇ, ગોહેલ સમજુબેન ભગતભાઇ સહિતનાએ ઝઘડો કરી મેપાભાઇ ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો. જે અંગે વરતેજ પોલીસે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો દાખલ થયો હતો. જે બાબતે ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ બી.કે.વોરાની ધારદાર દલીલો અને પુરાવાઓને ધ્યાને લઇ આરોપી ગોહેલ રાઘવ બચુભાઇ તથા ગોહેલ પ્રેમજી ભુથાભાઇને કસુરવાન ઠેરવી છ માસની કેદની સજા અને રુપીયા 1000 નો દંડ ફટકાર્યો હતો.