ભાવનગરઃ દેશભરમાં કોરોના વાઇરસના કહેરને જોતાં 21 દિવસના લોકડાઉન બાદ વડાપ્રધાન દ્વારા લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવેલ છે. જોકે લોકડાઉન પાર્ટ-2માં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ નાના રોજગાર પર નિર્ભર લોકો માટે ખાસ ગાઈડ લાઇન હેઠળ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને રાજ્યોના માર્કેટિંગ યાર્ડને ગુરુવારના રોજ ખુલ્લા કરાયા છે.
સરકારની ગાઈડ લાઇન અનુસાર મહુવા માર્કેટિંગ યાર્ડ ખુલતા ખેડૂતોએ કર્યુ ડુંગળીનું વેચાણ - Mahuva Marketing Yard
દેશભરમાં કોરોના વાઇરસના કહેરને જોતાં 21 દિવસના લોકડાઉન બાદ વડાપ્રધાન દ્વારા લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યું છે. જોકે લોકડાઉન પાર્ટ-2માં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ તેમજ નાના રોજગાર પર નિર્ભર લોકો માટે ખાસ ગાઈડ લાઇન હેઠળ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ખાસ કરીને રાજ્યોના માર્કેટિંગ યાર્ડને ગુરુવારના રોજ ખુલ્લા કરાતા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા 50 હજાર સફેદ ડુંગળીનું વેચાણ કરાયુ હતું. જેથી ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. ઉપરાત યાર્ડ ખાતે કોરોના વાઇરસના સંક્રમણને લઈને ખાસ તકેદારી રાખીને ડુંગણીનું વેચાણ કરવામાં આવ્યુ હતું.
ત્યારે જિલ્લાના માર્કેટિંગ યાર્ડની પુનઃ શરૂઆત થઈ છે. ભાવનગર જિલ્લો ડુંગળી માટેનું હબ માનવમાં આવે છે. જેથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજથી સફેદ ડુંગળીના વેચાણ માટેની શરૂઆત થતાં 50 હજાર ગુણી ડુંગણીની આવક યાર્ડ ખાતે જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે સફેદ ડુંગળીને લઈને આજે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ડુંગળીના પાકના વેચાણ અર્થે આવ્યા હતા. તેમજ યાર્ડ ખાતે હાલ ચાલી રહેલ કોરોના વાઇરસના સંક્રમણને લઈને ડુંગળી લઈને આવેલ ખેડૂતોને માસ્ક, તેમજ ગ્લોજનું વિતરણ કરાયુ હતું. તેમજ યાર્ડ ખાતે સેનિટાઈઝર મશીન મૂકવામાં આવ્યુ છે, અને મશીનમાં સેનિટાઈઝ થયા બાદ જ ખેડૂતોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુરૂવારથી શરૂઆત થયેલ સફેદ ડુંગળીના વેચાણમાં ખેડૂતોને રૂપિયા 150 થી 175 જેવા ભાવ મળ્યો હતો. તેમજ યાર્ડ ખાતે લાલ ડુંગળીની 25 હજાર જેટલી ગુણીની આવક થઇ હતી. જે યાર્ડ ખાતે રૂપિયા 125 થી રૂપિયા 165 જેવા ભાવો મળતા ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ જણાવ્યું હતુ કે યાર્ડ ખાતે લાલ ડુંગળી લાવતા ખેડૂતો સપ્તાહના બે જ દિવસ સોમવાર અને ગુરુવારના રોજ લાલ ડુંગળીને વેચાણ અર્થે લાવી શકશે. આ ઉપરાંત એક ખેડૂત એક દિવસ દરમિયાન એક ટ્રેક્ટર ડુંગળી વેચાણ અર્થે લાવી શકશે. તેમજ આવનાર દિવસોમાં યાર્ડ ખાતે શાકભાજી, કઠોળ, અનાજ તેમજ ફ્ળોનું વેચાણ પણ સરકારના આદેશ તેમજ ગાઈડ લાઇન બાદ શરૂઆત કરવામાં આવનાર છે તેમ અંતમાં જણાવ્યું હતું.