પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચે લિફ્ટને જકડી રાખતું લચ્છો નામનો વાયર તૂટી જવાને કારણે લિફ્ટ નીચે આવીને પડી ભાવનગર : ભાવનગર શહેરના ચિત્રા GIDCમાં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટી પડતા બે મજૂરના મોત નિપજ્યા છે. જ્યારે 7 ઇજાગ્રસ્ત થયા છે જેમાં એક ગંભીર હાલતે છે. સર ટી હોસ્પિટલમાં તમામ સારવારમાં છે. ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખનો કોલ્ડ સ્ટોરેજ હોવાથી તેને ખુલાસો કર્યો હતો. DYSP ખુદ સ્થળ પર તપાસ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખના કોલ્ડ સ્ટોરેજમાં બની ઘટના :ભાવનગરની ચિત્રા GIDCમાં આવેલ જિલ્લા ભાજપ પ્રમુખના કોલ્ડ સ્ટોરેજમાં માલ સામાનની લિફ્ટ તૂટતા અકસ્માતે બેના મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે સામે આવીને માહિતી આપી અકસ્માત હોવાનું જણાવ્યું છે. જો કે પોલીસ ઘટના બાદ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો યુનિવર્સિટી પાસે એસ્પાયર અગેઈન બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતાં 7 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર
કોલ્ડ સ્ટોરેજમાં તૂટી લિફ્ટ અને બેના મોત 7 ઇજાગ્રસ્ત : ભાવનગર ચિત્રા જીઆઇડીસીમાં પ્લોટ નંબર 150માં જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાની કોલ્ડ સ્ટોરેજ આવેલો છે. પોતાની ફેક્ટરી કોલ્ડ સ્ટોરેજ લિફ્ટ તૂટવાથી બે મજૂરોના મોત થયા છે. જ્યારે સાત જેટલા ઘાયલ થયા છે. ત્યારે સમગ્ર બનાવ બાદ પોલીસ તંત્ર સ્થળ ઉપર દોડી ગયું હતું.પોલીસે તપાસ આદરીને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ પણ સામે આવી ગયા હતા. પોલીસ પણ નિષ્પક્ષ તપાસ હાથ ધરી હતી.
આ કોલ્ડ સ્ટોરેજ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાની માલિકીનો છે લચ્છો નામનો વાયર તૂટી જવાને કારણે લિફ્ટ નીચે આવી પડી : GIDCમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ વર્ષો જૂનો હોય ત્યારે તેમાં બનેલા બનાવને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ અને કોલ્ડ સ્ટોરેજના માલિક મુકેશ લંગાળીયાએ જણાવ્યું હતું કે આજ બપોરના બેથી ત્રણ કલાકના સમયે ગોળ ભરેલો ટ્રક કોલ્ડ સ્ટોરેજમાં સામાન મુકવા આવ્યો હતો. આ સામાન મુકવા માટે નવ જેટલા મજૂરો મોટી લિફ્ટ મારફત છઠ્ઠા માળે જઈ રહ્યા હતા. ત્યારે પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચે લિફ્ટને જકડી રાખતું લચ્છો નામનો વાયર તૂટી જવાને કારણે લિફ્ટ નીચે આવીને પડી હતી. જેને કારણે નવ જેટલા મજૂરોમાંથી બે મજૂરોને માથાના ભાગે ઇજા થતાં મૃત્યુ થયા છે. જેમાં એક મજૂર જમ્મુ કાશ્મીરનો છે અને તેના મૃતદેહને તેના વતન મોકલવા માટે અમે તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્તને સર ટી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ પણ વાંચો સુરતમાં લિફ્ટ તુટી જવાથી 2 લોકોના મોત
મૃતક મજૂરોમાં એક પંડિત જમ્મુ કાશ્મીરનો રહેવાસી : કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટવામાં મૃત્યુ પામેલા બે મજૂરોમાં એક મજૂર જમ્મુ કાશ્મીરનો છે. જ્યારે એક ભાવનગરનો સ્થાનિક મજૂર હોવાનું સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરના મજૂર જગદીશકુમાર શર્મા જે જાતે પંડિત અને 27 વર્ષની ઉંમરના છે. જેનું મૃત્યુ થતાં તેના વતન લઈ જવા માટે ભાજપ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાળીયાએ તજવીજ હાથ ધરી છે. જ્યારે ભાવનગરમાં રહેતા ધાર્મિકભાઈ અખિલેશભાઈ વિસનગરા ઉંમર વર્ષ 23 ભાવનગરવાળા યુવકનું મૃત્યુ નીપજ્યું છે. બનાવ બાદ પોલીસે તપાસ હાથ ધરીને આખરે બનાવ કેવી રીતે બન્યો તેની તપાસ હાથ ધરી છે.