ભાવનગર:ભાવનગર શહેરમાં ડમીકાંડ પગલે એસઆઇટીની ટીમ દ્વારા પોલીસ કચેરીએ યુવરાજસિંહ જાડેજાને પૂછપરછ માટે બોલાવ્યા બાદ તેઓ રાત સુધી બહાર આવ્યા જ નહોતા. અંતમાં આઈજી ગૌતમ પરમાર યુવરાજસિંહ જાડેજા અને તેના અન્ય માણસો સામે ડમીકાંડમાં પૈસા લીધા હોવાને પગલે પોલીસ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હોવાની જાહેરાત કરી હતી. ટૂંક સમયમાં દરેકને ધરપકડ કરવામાં આવશે તેમજ જણાવ્યું હતું.
યુવરાજસિંહ સામે ફરિયાદ:ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાને સવારે પૂછપરછમાં બોલાવ્યા બાદ તેઓ બહાર નીકળ્યા નથી. આ વાતની અગાઉ ચાલેલી ચર્ચા બાદ સત્યનો સિક્કો ચર્ચા પર લાગ્યો છે. યુવરાજસિંહ જાડેજા સામે પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું ખુદ આઈજી ગૌતમ પરમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. જો કે ફરિયાદી ખુદ પોલીસ બની છે અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ડમીકાંડમાં એક કરોડ જેવી માતબર રકમ લીધી હોવાનું જણાવ્યું છે. જેના મળેલા સાંયોગીક પુરાવાને આધારે ફરિયાદ નોંધીને આગળ ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે તેમ IG ગૌતમ પરમારે જણાવ્યું હતું.
1 કરોડની ખંડણી લેવાનો આરોપ:યુવરાજસિંહ જાડેજા એક ડમી ઉમેદવાર ઋષિ બારૈયાનો વિડીયો બનાવીને પ્રકાશ ઉર્ફે પી.કે કરસન દવેને દર્શાવ્યો હતો. જેના પગલે ઘનશ્યામ લાધવાએ વચેટીયા તરીકે ભૂમિકા ભજવીને એક બેઠક કરાવી 70 થી 80 લાખમાં નક્કી થયેલો સોદો અંતમાં 45 લાખમાં પૂર્ણ થયો હતો. જો કે આ સોદો પ્રેસ કોન્ફરન્સમાં પીકે કરસન દવેનું નામ નહીં લેવા માટે કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ એ જ ડમી ઋષિ બારૈયાનો વિડીયો યુવરાજસિંહ જાડેજા અને તેના સાળા શિવુભા તેમજ કાનભાએ પ્રદીપ નંદલાલ બારૈયાને દર્શાવ્યો હતો અને તેની પાસેથી પણ 70 થી 80 લાખની માંગ બેઠક યોજીને કરતા અંતે મામલો 55 લાખમાં પત્યો હતો. અંતમાં યોજાયેલી પાંચ તારીખે યુવરાજસિંહની કોન્ફરન્સમાં બંનેના નામ નહિ હોવાથી બંને હાથકારો અનુભવ્યો હતો. તેમ પ્રકાશ ઉર્ફે પી કે કરસન દવે અને પ્રદીપ નંદલાલ બારૈયાના લીધેલા નિવેદનમાં જણાવ્યું છે જેને આધારે પોલીસે ફરિયાદી બનીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં છ સામે ફરિયાદ નોંધાવી છે.