ભાવનગરઃ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા હિમ્મત બારૈયા રિટાયર્ડ થયા અને કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા તેમનું અદ્ભુત સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરની જે ખુરસી માટે તેમને જીવન વિતાવ્યુએ ખુરસી પર બેસાડીને તેમને તાળીઓ સાથે કલેક્ટર અને સ્ટાફ દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું.
ભાવનગરમાં કલેક્ટર કચેરીના વર્ગ 4ના કર્મચારીને અદ્ભુત વિદાય
ભાવનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા હિમ્મત બારૈયા રિટાયર્ડ થયા હતા. જેમનું કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા તેમનું અદ્ભુત સન્માન કરવામાં આવ્યું હતું.
ભાવનગર કલેક્ટરની ખુરશી પર બેઠેલા આ વ્યક્તિ કલેક્ટર નહીં, પરંતુ કલેક્ટર કચેરીના પટ્ટાવાળા છે. વર્ગ-4ના કર્મચારી હિંમત બારૈયા કલેક્ટરની ખુરશી પર બેઠા છે અને ખુદ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉભા ઉભા તાળીઓ વગાડીને એનું અભિવાદન કરી રહ્યાં છે.
કલેક્ટર કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હિંમત બારૈયાને 60 વર્ષ પૂર્ણ થતા 30મી એપ્રિલના રોજ વયમર્યાદાને કારણે સેવા નિવૃત થયા હતા. ભાવનગર કલેક્ટર ગૌરાંગ મકવાણાએ હિંમતભાઈને વિશિષ્ટ વિદાયમાન આપવાનું નક્કી કર્યુ હતુ.
જે પટ્ટાવાળાએ 30 વર્ષ સુધી જે ખુરશીની નિષ્ઠાપૂર્વક સમર્પણ ભાવે સેવા કરીએ ખુરશી પર બેસાડીને જ નિવૃત્તિ વિદાય આપી વર્ગ-4ના કર્મચારેને મળેલું આ સન્માન એને આજીવન યાદ રહેશે.