ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશી ચોકલેટ અને કેકમાં 11 વર્ષે સફળતા બાદ લોકો સમજ્યા નારી શક્તિની આવડત - Desi chocolates and cakes

ભાવનગરના બીના શાહ ગૃહિણી સાથે આજે દેશી કેક બનાવવાના Desi chocolates and cakes એક્સપર્ટ છે. 11 વર્ષ પહેલાં લગ્ન થયા બાદ તેમને ઘરે હોમ મેડ કેક બનાવવાની શરૂઆત કરી હતી. બીના શાહ અનેક પ્રકારની ચોકલેટ બનાવી રહ્યા છે. મહેનત કરો અને મનથી ડગ્યા વગર આગળ ધપો તો સફળતા જરૂર મળે છે. જાણો બીના શાહની દેશી કેક અને ચોકલેટ વિશે.

દેશી ચોકલેટ અને કેકમાં 11 વર્ષે સફળતા બાદ લોકો સમજ્યા નારી શક્તિની આવડત
દેશી ચોકલેટ અને કેકમાં 11 વર્ષે સફળતા બાદ લોકો સમજ્યા નારી શક્તિની આવડત

By

Published : Aug 12, 2022, 3:43 PM IST

ભાવનગરનારી હંમેશા ચડિયાતી હોય છે ત્યારે મન હોય તો માળવે જવાય છે. ભાવનગરના બીના શાહ ગૃહિણી સાથે આજે દેશી કેક બનાવવાના એક્સપર્ટ છે. Dill Se Desi બીના શાહ અનેક પ્રકારની ચોકલેટ Desi chocolates and cakes બનાવી રહ્યા છે. મહેનત કરો અને મનથી ડગ્યા વગર આગળ ધપો તો સફળતા જરૂર મળે છે. જાણો બીના શાહની દેશી કેક અને ચોકલેટ વિશે.

દેશી ચોકલેટ અને કેક

દેશી ચોકલેટ અને કેકના માસ્ટરસમાજમાં મહિલાઓએ આસપાસની ચર્ચા સાથે ઘરમાં ફ્રી સમયમાં કાંઈક કરતા રહેવું જોઈએ. આવું અમે નથી કહેતા આવું બીના શાહ કહે છે. 11 વર્ષની તપસ્યા બાદ ઘરે Dill Se Desi કેક અને ચોકલેટ તેઓ શુદ્ધ Desi chocolate બનાવી રહ્યા છે. બીનાબહેન 12 વર્ષે સફળ થયા છે. નારી તું નારાયણી તેમ કહેવામાં ખોટું નથી કારણ કે બીના શાહ હિંમત હારી નહીં અને સફળતા પ્રાપ્ત કરી છે. જાણો દેશી ચોકલેટ અને કેકના માસ્ટર બીના શાહને.

આ પણ વાંચોજન્માષ્ટમી પર કેક કાપનારાઓને કાલી સેનાએ આપી ચેતાવણી

બીનાબહેનની 11 વર્ષની તપસ્યા બાદ સફળતાભાવનગર શહેરના વિદ્યાનગરમાં રહેતા બીના શાહના લગ્ન થયા બાદ તેમણે ઘરમાં ફ્રી સમયમાં શું કરવું તેનો વિચાર આવ્યો અને ઘરે નવું કરવાનો પ્રારંભ કર્યો હતો. 11 વર્ષ પહેલાં જીજ્ઞેશ સાથે લગ્ન બાદ તેમને ઘરે હોમ મેડ કેક બનાવવાની શરૂઆત કરી હતી. ઘરની દરેક શુદ્ધ ચિઝોથી બનાવવા છતાં લોકોને વિશ્વાસ નહતો. બાદમાં ધીરે ધીરે લોકોને સમજાવતા લોકોને વિશ્વાસ આવ્યો અને આજે તેઓ સફળ થયા છે. 11 વર્ષમાં નકારાત્મકતાથી દુર રહીને બીના શાહ અડગ રહ્યા અને ઝુક્યા નહિ આજે અંતે સફળ રહ્યા હતા. એટલે જ નારી તું નારાયણી કહેવાય છે.

શુદ્ધ ચિઝો સાથે કેક બનાવવાની શરૂઆત કરીભાવનગરના જૈન સમાજમાંથી આવતા બીના શાહ પિતાના સમાજના મહારાજ સાહેબના મળતા માર્ગદર્શન નીચે બીનાબહેને શુદ્ધ ચિઝો સાથે કેક બનાવવાની શરૂઆત કરી હતી. બહાર મળતા રેડીશ સ્લેબનો ઉપયોગ ટાળીને તેમને ઘરે બનાવવાની શરૂઆત કરી હતી. ચોખ્ખુ ઘી,સાકર,મેંદો અને ચોકો પાવડર વગેરે ઘરનું ઉપયોગ કરીને રેડીશ સ્લેબ બનાવે છે આ સ્લેબને આધારે તેઓ ચોકલેટ અને કેક બનાવે છે. મિલાવટ વગરની ચોકલેટ અને કેક શુદ્ધ બનાવે છે. જો કે રેડીશ સ્લેબ બનાવવાની બીનાબેનની પોતાની રેસિપી છે.

આ પણ વાંચોઘરે લીંબુ પાઉન્ડ કેક કેવી રીતે બનાવવી જોણ સંપુર્ણ રેસીપી...

રક્ષાબંધન ચોકલેટ કેક સાથે શેની વધુ માંગબીનાબહેન ઘરે ચોકલેટ બનાવે છે પરંતુ તેમની એક પદ્ધતિ છે તેઓ કોઈને વાસી કે પડતર ચોકલેટ કેક બનાવી આપતા નથી. પોતાની કોઈ દુકાન નથી બસ ઘરે ઓર્ડર મળતા સવારમાં શરૂઆત કરે છે અને સાંજ સુધીમાં ચોકલેટ અને કેક બનાવીને આપે છે. રક્ષાબંધન સ્પેશિયલ ચોકલેટ પણ બનાવી છે. હાલમાં માંગ જાર ચોકલેટ અને કેકસિકલ્સની માંગ છે આ સાથે પ્લેન ચોકલેટ,ડાર્ક ચોકલેટ,ક્રચી ચોકલેટ,જેલી ચોકલેટ,ઓરિયો ચોકલેટ,મેરી બિસ્કિટ ચોકલેટ,જૈન કૈક,ચોકલેટ બુકે,ચોકલેટ પેકિંગ અને ચોકલેટ જામ જેટલી ચોકલેટ અને કેક બીનાબહેન બનાવી રહ્યા છે.લોકોએ તેમની દેશી ચિઝોને સ્વીકારી પણ છે.

ABOUT THE AUTHOR

...view details