ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સંક્રમણને ફેલાતું રોકવા સણોસરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેરકર્યું - ભાવનગરના સમાચાર

હાલ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું સણોસરા ગામમાં 11 મેથી 25 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

કોરોના સંક્રમણને ફેલાતું રોકવા સણોસરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેરકર્યું
કોરોના સંક્રમણને ફેલાતું રોકવા સણોસરા ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેરકર્યું

By

Published : May 11, 2021, 9:18 PM IST

  • કોરોના સંક્રમણને રોકવા સણોસરા ગામે લોકડાઉન
  • 11 મેંથી 25 મેં સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું
  • બપોરના 2 વાગ્યા સુધી જ ગામમાં દુકાનો ખુલ્લી રાખવા નિર્ણય
  • લોકડાઉન સમય દરમિયાન આવશ્યક સેવાઓ,મેડિકલ સેવાઓ રહેશે ખુલ્લી

ભાવનગર: રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક થતાં શહેરોમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાથી ગ્રામ્યવિસ્તાર પણ હવે બાકાત રહ્યો નથી. ગ્રામ્યકક્ષાએ પણ કોરોનાના કેસો વધતા કેટલાક ગામડાઓ સંક્રમણને રોક્વા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી રહ્યા છે ત્યારે સણોસરા ગામે પણ સંક્રમણને રોકવા 11 મેથી 25 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સાવલીમાં એક અઠવાડિયાનું સ્વૈચ્છિક લૉકડાઉન

સિહોર તાલુકાના સણોસરા ગામે 15 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન

ભાવનગર શહેરમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લાના કેટલાક ગામોમાં વસ્તીના 20 % કરતા વધારે કેસો સામે આવતા કલેક્ટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. સિહોર તાલુકાના સણોસરા ગામે કોરોના સંક્રમણ રોકવા માટે 11મેથી 25 મે સુધી બપોરના 2 વાગ્યા સુધી જ ગામમાં દુકાનો ખુલ્લી રાખવા અને ત્યારબાદ સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉન સમય દરમિયાન આવશ્યક સેવાઓ, મેડીકલ સેવાઓ સિવાયના તમામ દૂકાનો બંધ રાખી કોરોના સંક્રમણને ફેલાતુ રોકવા ગામના લોકોને પંચાયત દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ વિરમદળ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનના લીધે માત્ર 2 જ એક્ટિવ કેસ

ABOUT THE AUTHOR

...view details