ભાવનગર:જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેને પોતાના નાનાભાઈના લગ્ન નિર્ધારિત કર્યા છે ત્યારે કંકોત્રી ચકલીના( Unique wedding invitation in Bhavnagar)માળા વાળી બનાવી છે. એક કંકોત્રી જે આમંત્રીતોને આપવામાં આવે તેને ફરજીયાત ઘરમાં ટીંગાડવાનું મન થાય છે. ત્યારે ચેરમેને ચકલીને બચાવવા માટે પ્રસંગમાં(Wedding card bird's nest ) પણ પ્રકૃતિના પ્રેમનો રસ પાથરીને અદભુત સેવા કરી છે.
ચકલીને બચાવવા મનુષ્યોને સભાનતા આવી
પ્રકૃતિએ રચેલી શ્રુષ્ટિમાં મનુષ્યો પોતાના સુખ અને સુવિધા માટે ફેરફાર વિકાસના નામે કરતો જાય છે. પરંતુ આ વિકાસમાં ખડકાતા ક્રોકીન્ટના જંગલમાં મનુષ્ય સાથે રહેતા પક્ષીઓ લુપ્ત થતા જાય છે. મનુષ્યના સાથી તરીકે રહેતી ચકલીને બચાવવામનુષ્યોને સભાનતા આવી છે. ચકલી શું છે તે ગ્રામ્યના રહેવાસી સિવાય વધુ કોણ સમજાવી શકે ત્યારે ગ્રામ્યના રાજકીય શખ્સે ઘરમાં આવતા પ્રસંગના આમંત્રણને ચકલી (Save the Bird Campaign )બચાવમાં ઉપયોગ કર્યો છે.
ભાવનગરમાં કોણે બનાવી માળા જેવી કંકોત્રી
ભાવનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ આવેલા સરતાનપર બેઠકના ભાજપના સભ્ય વિક્રમભાઈ નાનજીભાઈ ડાભીએ પોતાના ઘરમાં આવતા પ્રસંગને પ્રકૃતિને બચાવવામાં ઉપયોગ કર્યો છે. વિક્રમભાઈના ભાઈ ઘનશ્યામભાઈના લગ્ન આગામી 7 તારીખના રોજ નિર્ધારિત કરવામાં આવ્યા છે. વિક્રમભાઈએ પોતાના ભાઈની કંકોત્રી ચકલીના માળા જેવી બનાવડાવી છે. આ કંકોત્રી એક ચકલીનો માળો છે. આમંત્રિત વ્યક્તિઓને આચકલીનો માળોકંકોત્રી સ્વરૂપનો (Wedding card bird's nest )આપીને પ્રસંગમાં આવવા આમંત્રિત વિક્રમભાઈ કરી રહ્યા છે.