ભાવનગરઃ બોરડીગેટ નવા વિસ્તારમા પ્રથમ કેસ આવ્યા બાદ સીલસીલો શરૂ થઈ ગયો છે. પ્રથમ બોરડીગેટના પોઝિટિવ કેસના દર્દીના ત્રણ સગા ક્વોરેન્ટાઇન હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો પાલીતાણાના વૃદ્ધ પતિપત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આંકડો 81 પર પોહચી ગયો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં વધુ 5 કેસ કોરોના પોઝિટિવ આવતા આકડો 81 પર પહોંચ્યો
કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે ભાવનગરના બોરડીગેટ નવા વિસ્તારમાં પણ 1 કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રથમ બોરડીગેટના પોઝિટિવ કેસના દર્દીના ત્રણ સગા ક્વોરેન્ટાઇન હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો પાલીતાણાના વૃદ્ધ પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આંકડો 81 પર પોહચી ગયો છે.
ભાવનગરના નવા વિસ્તાર બોરડીગેટમાંથી હવે કેસો સામે આવી રહ્યા છે. એટલે કે અગાઉ એક દર્દીના પોઝિટિવ આવ્યા બાદ તેનું સંક્રમણ ધીમે ધીમે થયું હોવાનું સામે આવી રહ્યું છે. કુમાર વોરા નામના અગાઉ બોરડીગેટના પોઝિટિવ દર્દીના સગાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે ત્રણેય લોકો ક્વોરેન્ટાઇન હતા.
13 વર્ષની આંગી તો 18 વર્ષના આનંદ અને આગમ બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. શહેર સાથે પાલીતાણાના વૃદ્ધ પતિપત્નીના રિપોર્ટ પોઝિટિવ આવતા આંકડો કુલ 81 પર પહોંચ્યો છે. આમ ભાવનગર જિલ્લાની સ્થિતિ જોઈએ તો કુલ 81 કેસ જેમાં 53 હવે પોઝિટિવ 23ની સ્વાસ્થયમાં સુધારો થયો છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે.