- પત્નીએ કૂકરના છુટો ઘા મારતા પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન
- કૌશિક તેના મિત્ર ભાર્ગવને બોલાવીને દવાખાને પહોંચ્યો
- પતિની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ભાવનગર: પતિ પત્ની વચ્ચે 2-4 મીઠા ઝગડા થાય તે સુખી દામ્પત્યની નિશાની કહેવાય તેવું માનવામાં આવે છે. પણ જો બાટલા માટે કૂકરના છુટા ઘા થાય અને લોહી વહેતું થાય ત્યાં સુધીના ઝગડા ચિંતા જગાવે છે. હા આવું જ કાંઈક ભાવનગરમાં બન્યું છે. જે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
આ પણ વાંચો:મોરબી : પતિ-પત્નીનો ઝગડો બન્યો મિત્રો વચ્ચે મારામારીનું કારણ, સામસામી ફરિયાદ નોંધાઇ
દાહોદના દંપતી વચ્ચે બાટલાંને લઈ મારામારી
ભાવનગર શહેરના ટોપ થ્રિ સર્કલ પાસે હિમાલયા પાર્ક 2માં ભાડાના મકાનમાં રહેતા કૌશિકના ઘરમાં ગેસનો બાટલો ખાલી થઈ ગયો હોવાથી તેમની પત્ની પ્રિયંકાને ગુસ્સો કરીને ઝગડો શરૂ કરી દીધો હતો. આ બાદ, કૂકરનું ઢાંકણું કૌશિકના કપાળે અને કોણીએ માર્યું જેથી કોણીએ લોહી નીકળતા કૌશિક તેના મિત્ર ભાર્ગવને બોલાવીને દવાખાને પહોંચ્યો હતો. આ બાદ, કૌશિક પરત આવ્યો ત્યાં તેની પત્ની પ્રિયંકા પિયર જતી રહી હતી.