- જેસરના બીલા ગામે કુવામાં દિપડો પડ્યો
- દિપડો પડતા વાડીના માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી
- ફોરેસ્ટ વિભાગે દિપડાને રેસ્ક્યુ કરી પાંજરામાં પુર્યો
- 1 કલાકના રેસ્ક્યુ બાદ દિપડાને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યો
- દિપડાનો રેસ્ક્યુ જોવા ગ્રામજનોના ટોળે-ટોળાં ઉમટ્યા
જેસરના બીલા ગામે કુવામાં દિપડો પડ્યો - ફોરેસ્ટ વિભાગ
ભાવનગર જિલ્લાના જેસરના બિલા ગામે આજ રોજ વહેલી સવારે વાડી વિસ્તારમાં કૂવામાં દિપડો પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી આજુબાજુના વિસ્તારમાં દિપડાએ દેખા દીધી છે, ત્યારે ફોરેસ્ટ વિભાગે ભારે જહેમત બાદ આ દિપડાને રેસ્ક્યુ કરી બહાર કઢાયો હતો.
ભાવનગર: જેસર તાલુકામાં બીલા ગામે આજ રોજ વહેલી સવારે દિપડાએ દેખા દીધી હતી. દિપડો બિલા ગામના વાડી વિસ્તારમાં લટાર મારી રહ્યો હતો, તે વખતે બિલા ગામના ભીખાભાઈ હસન ભાઈ કુરેશીની વાડીના કૂવામાં દીપડો પડ્યો હતો અને આજુબાજુ વાડી વિસ્તારના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ વાડી માલિકને થતા માલિકે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા કુવામાંથી દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, ત્યારે ફોરેસ્ટ વિભાગને ભારે જહેમત બાદ દિપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવામા આવેલ આ ઘટનામાં લોકોને સદનસિબે કોઈ જાનહાનિ થઈ નથી.