મહુવા: શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂત વેદનાના નામથી કુબેર બાગ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં સરકાર વિરુદ્ધ દેખાવો અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આથી શહેર પોલીસ હરકતમાં આવી હતી.
મહુવામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત બિલ નાબૂદ કરવાની માગ સાથે સભા યોજાઈ - મહુવા ન્યુઝ
મહુવામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત બિલ નાબૂદ કરવાની માગ સાથે સભા યોજાઈ હતી. મંજૂરી વગર સભા યોજવામાં આવી હોવાથી પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
Mahuva congress
પોલીસે કુબેર બાગથી કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને કિસાન વિરોધી બિલ નાબુદ કરવાની માગ કરી રહ્યા હતા. મહુવામાં રાબેતા મુજબ બજારો ખુલી હતી અને અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.